વડોદરામાં થશે એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ, PM મોદીએ C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યુ, જાણો શું છે પ્રોજેક્ટની ખાસિયત

ગુજરાતમાં નવી ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થઈ ચુક્યા છે એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હવે વડોદરા છે. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે.ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે.

વડોદરામાં થશે એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ, PM મોદીએ C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યુ, જાણો શું છે પ્રોજેક્ટની ખાસિયત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2024 | 11:56 AM

ગુજરાતમાં નવી ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થઈ ચુક્યા છે.એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હવે વડોદરા છે. પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે.

ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને આ એરક્રાફ્ટ બનાવશે. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

ઘરઆંગણે એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ

વડોદરામાં એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ થશે. જેમાં 56 પૈકી 16 એરક્રાફ્ટ સ્પેનથી રેડી આવશે. 16 એરક્રાફ્ટ ઓગસ્ટ 2025 સુધીમાં મળી જશે. ટાટાના પ્લાન્ટમાંથી 14 હજારથી વધુ સ્વદેશી પાર્ટનું ઉત્પાદન કરાશે. એરક્રાફ્ટના અંતિમ એસેમ્બ્લિંગ માટે વડોદરા લવાશે. 40 પ્લેનની ડિલિવરી 2026ના સપ્ટેમ્બરથી 2031 દરમિયાન મળશે.

વડોદરાને શું ફાયદો થશે?

આ પ્રોજેક્ટથી વડોદરાને ઘણો ફાયદો થશે. વડોદરા એરપોર્ટે 35 એકર જમીન 5 વર્ષની લીઝ પર આપી છે. વડોદરા એરપોર્ટને વાર્ષિક 31 કરોડની આવક થશે. આ માટે 2200 રૂપિયા સ્ક્વેર મીટર લેખે એક વર્ષનું ભાડું 31.15 કરોડ નક્કી કરવામાં આવ્યુ છે.

એરક્રાફ્ટ C-295ની વિશેષતા

એરક્રાફ્ટ C-295 વિશેષ છે. તે શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. માત્ર 320 મીટરના અંતરે જ ટેક-ઓફ કરી શકે છે. લદ્દાખ, કાશ્મીર, આસામ અને સિક્કિમ જેવા પર્વતીય વિસ્તારોમાં મદદરૂપ થશે. એકસાથે 71 સૈનિક, પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર લઈ જઈ શકે છે. એકસાથે 5 કાર્ગો પેલેટ લઈ જઈ શકે છે. સાથે જ તે 11 કલાક સુધી સતત ઊડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">