Vadodara: બેંકર્સ ગ્રુપ પર સતત છઠ્ઠા દિવસે IT વિભાગના તપાસ, 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી કરાઇ સીઝ

સંખ્યાબંધ પેનડ્રાઇવનો ડેટા કબ્જે કરાયો છે. લેપટોપમાંથી એકાઉન્ટના તમામ ડેટા કોપી કરવામાં આવ્યા છે. તો જમીન મિલકતને લગતા સંખ્યાબંધ દસ્તાવેજો કબ્જે કરાયા છે.

Vadodara: બેંકર્સ ગ્રુપ પર સતત છઠ્ઠા દિવસે IT વિભાગના તપાસ, 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી કરાઇ સીઝ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 4:22 PM

આવકવેરા વિભાગે (IT Raid) વડોદરામાં (Vadodara) બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર (Bankers Hospital)ના નિવાસસ્થાને સતત છઠ્ઠા દિવસે તપાસ ચાલુ રાખી છે. IT વિભાગે અહીં દરોડા પાડીને કુલ 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે. જે પૈકી 2 કરોડ 15 લાખની કુલ રોકડ રકમ મળી આવી છે. તો 1 કરોડ 90 લાખની જ્વેલરી પણ કબજે કરવામાં આવી છે. આ કેસમાં હોસ્પિટલના( PRO) તથા એકાઉન્ટન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલ્સે કોરોનાના કપરા કાળમાં 300કરોડની કમાણી કરી હોવાની વિગતો સામે આવી છે.

કુલ 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી સીઝ

વડોદરાના બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર(Bankers Hospital)ના નિવાસસ્થાને આવકવેરા વિભાગ છેલ્લા 6 દિવસથી તપાસ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન આયકર વિભાગને 5 લોકર મળી આવ્યા છે. જ્યારે 2 લોકરની તપાસ બાકી છે. કોમ્પ્યુટરની 15 હાર્ડ ડિસ્ક કબ્જે કરવામાં આવી છે. સંખ્યાબંધ પેનડ્રાઇવનો ડેટા કબ્જે કરાયો છે. લેપટોપમાંથી એકાઉન્ટ ના તમામ ડેટા કોપી કરવામાં આવ્યા છે. તો જમીન મિલકતને લગતા સંખ્યાબંધ દસ્તાવેજો કબ્જે કરાયા છે.

કોરોનાકાળમાં 300 કરોડથી વધુની કમાણી કર્યાની માહિતી

પાંચ દિવસ પહેલા વડોદરા અને સુરતમાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડાવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ્સે કોરોનાના કપરા કાળમાં 300કરોડની કમાણી કરી હોવાની વિગતો સામે આવી છે. આ કમાણીમાંથી 45 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું અને વડોદરામાં કરોડોની મિલકતો ખરીદી હોવાની વિગતો બહાર આવી હતી. સાથે જ સહજાનંદ ગ્રુપના 10 સ્થળોએ પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 200થી વધુ અધિકારી રેડમાં જોડાયા

આઇટી વિભાગે કુલ 35 સ્થળો પર પાડેલા દરોડમાં 200થી વધુ અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે જોડાયા છે. વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપની જૂના પાદરા રોડ તેમજ 2 હોસ્પિટલ્સ તેમજ વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલી ડૉ.દર્શન બેન્કર અને ડૉ.પારૂલ બેન્કરના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગની કાર્યવાહીમાં 10 જેટલા બેન્કર લોકર સીલ કરવામાં આવ્યા છે. લોકર્સમાં કાળું નાણું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી.

વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા

કોરોના કાળમાં હોસ્પિટલના સંચાલકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. રેડ દરમિયાન મોટી માત્રામાં કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના હિસાબી ચોપડા કબજે કરીને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી કે કેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. ઉપરાંત પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગને મની લોન્ડરિંગ થયાનું પણ જાણવા મળ્યું છે. વડોદરાના સહજાનંદ ગ્રુપના દસ્તાવેજોની ચકાસણી બાદ આ દરોડાની કામગીરી કરવામાં આવી છે દરોડાની કામગીરીમાં હવે વડોદરા, સુરત ઉપરાંત બેંગલુરુ અને મુંબઈમાં પણ બેન્કર્સની સંપત્તિ હોવા અંગેની તપાસ કરવામાં આવશે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">