AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: KL રાહુલ કેમ બહાર, કોણ કરશે ઓપનિંગ, રોહિત શર્માએ આપ્યા જવાબ

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા લોકો આ ટીમથી ખુશ છે તો કેટલાક નારાજ પણ છે કારણ કે રિંકુ સિંહ, શુભમન ગિલ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખવામાં આવ્યા છે. આ મુદ્દે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે પ્રતિક્રિયા આપી હતી.

T20 World Cup 2024: KL રાહુલ કેમ બહાર, કોણ કરશે ઓપનિંગ, રોહિત શર્માએ આપ્યા જવાબ
Rohit Sharma & Ajit Agarkar
| Updated on: May 02, 2024 | 6:08 PM
Share

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં પસંદગીકારોએ ચોંકાવનારો નિર્ણય લીધો અને રિંકુ સિંહ, કેએલ રાહુલ, શુભમન ગિલ જેવા ખેલાડીઓને બહાર રાખ્યા, જ્યારે રિષભ પંતની ટીમમાં વાપસી થઈ. રિંકુ સિંહ કરતાં શિવમ દુબેને પ્રાથમિકતા મળી. હાર્દિક પંડ્યાને પણ તક મળી છે અને તે ટીમનો વાઈસ કેપ્ટન યથાવત છે. ટીમ ઈન્ડિયાની પસંદગી કેમ અને કેવી રીતે થઈ તે મુદ્દે રોહિત શર્મા અને અજીત અગરકરે ઘણી મોટી વાતો કહી છે.

કેએલ રાહુલની હકાલપટ્ટીનું કારણ

મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે કેએલ રાહુલ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ જે સ્લોટ ખાલી હતા તે મુજબ ટીમની પસંદગી કરવામાં આવી હતી. અગરકરના મતે, સંજુ સેમસન મિડલ ઓર્ડર અને ટોપ ઓર્ડર બંનેમાં બેટિંગ કરી શકે છે, તેથી તેને તક મળી.

રોહિત T20 કેમ ન રમ્યો?

રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તે લાંબા સમયથી T20 ક્રિકેટ કેમ નથી રમ્યો. રોહિતે જવાબ આપ્યો, ‘અમે T20માં એટલા માટે રમ્યા નહોતા કારણ કે તે સમયે ODI વર્લ્ડ કપ હતો. અમે હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમીએ છીએ. અમે 2022 T20 વર્લ્ડ કપ માટે ઘણી ODI મેચો ચૂકી ગયા હતા.

કોણ કરચે ઓપનિંગ?

રોહિત શર્માએ કહ્યું કે T20 વર્લ્ડ કપમાં તમામ વિકલ્પો ખુલ્લા છે. પીચ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે. રોહિતે કહ્યું કે પ્લેઈંગ-11નું કોમ્બિનેશન પણ પિચ જોયા બાદ નક્કી કરવામાં આવશે. રોહિતના મતે ટોપ ઓર્ડર સેટ છે, પરંતુ તે ઈચ્છે છે કે મિડલ ઓર્ડરના ખેલાડીઓ આઉટ થવાની ચિંતા કરવાને બદલે મુક્ત રીતે બેટિંગ કરે.

શિવમ દુબે બોલિંગ કરશે

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે શિવમ દુબેને બોલિંગ કરાવશે. દુબેએ IPLમાં વધુ બોલિંગ નથી કરી પરંતુ T20 વર્લ્ડ કપમાં તેણે આ જવાબદારી નિભાવવી પડશે. હાર્દિક પંડ્યા પણ આવું જ કરશે. તેની ફિટનેસ અનુસાર રોલ આપવામાં આવશે.

રિંકુ સિંહને કેમ ટીમમાં પસંદ ન કરાયો?

રિંકુ સિંહને T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદ ન કરવાનું કારણ પણ સામે આવ્યું છે. અજિત અગરકરે કહ્યું કે રિંકુ સિંહને હટાવવાનું સૌથી મુશ્કેલ હતું. રિંકુ સિંહની કોઈ ભૂલ નહોતી, નિર્ણય માત્ર ટીમના કોમ્બિનેશન પ્રમાણે લેવામાં આવ્યો હતો. રોહિતને સ્પિન બોલિંગનો વધારાનો વિકલ્પ જોઈતો હતો.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા:

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે.

આ પણ વાંચો : BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">