અદાણીની આ કંપની આપશે 300 ટકા ડિવિડન્ડ, આ વર્ષે થયો છે 76 ટકા નફો, જાણો તે કંપની વિશે

ગૌતમ અદાણીની આ કંપનીએ જણાવ્યું હતું કે આ કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. 7,199.94 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 6,178.35 કરોડ હતી. નાણાકીય વર્ષ 2023-24 માટે 300 %ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડની દરખાસ્ત આગામી એજીએમમાં ​​શેરધારકોની મંજૂરીને આધીન છે.

અદાણીની આ કંપની આપશે 300 ટકા ડિવિડન્ડ, આ વર્ષે થયો છે 76 ટકા નફો, જાણો તે કંપની વિશે
Follow Us:
| Updated on: May 02, 2024 | 6:47 PM

ગૌતમ અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો ચોખ્ખો નફો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 76.87 ટકા વધ્યો છે. આ ક્વાર્ટરમાં નફો રૂ. 2,014.77 કરોડ હતો. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 1,139.07 કરોડનો નફો કર્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં  કુલ આવક 7,199.94 કરોડ રૂપિયા થઈ

અદાણી પોર્ટ્સે BSEને માહિતી આપી હતી કે આ લોજિસ્ટિક્સ કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. 7,199.94 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 6,178.35 કરોડ હતી. આ ક્વાર્ટરમાં કુલ ખર્ચ વધીને રૂ. 4,450.52 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,995 કરોડ હતો.

કંપની દ્વારા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે

અદાણી પોર્ટ્સના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે રૂપિયા 6 (300%)ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડની દરખાસ્ત આગામી એજીએમમાં ​​શેરધારકોની મંજૂરીને આધીન છે. તમને જણાવી દઈએ કે અદાણી પોર્ટ્સના શેરની કિંમત 1349 રૂપિયાથી વધુ છે. તે એક દિવસ પહેલા કરતાં 1.30% થી વધુ વધ્યો છે. એપ્રિલ 2024માં આ શેરની કિંમત 1,425 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

3.62 કરોડ મેટ્રિક ટન માલસામાનનું પરિવહન

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ એપ્રિલમાં 3.62 કરોડ મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલ કર્યા હતા. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 12 ટકા વધુ છે. APSEZએ જણાવ્યું હતું કે મોટાભાગના સ્થાનિક બંદરો પર વૃદ્ધિ નોંધવામાં આવી હતી, જેમાં ધામરા પોર્ટ અત્યાર સુધીમાં સૌથી વધુ 43.8 લાખ મેટ્રિક ટનનું માસિક કાર્ગો હેન્ડલિંગ કરે છે.

અદાણી ગ્રુપનો એક ભાગ APSEZ ભારતમાં સૌથી મોટો પોર્ટ ડેવલપર

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીએ જણાવ્યું હતું કે લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં વૃદ્ધિ ચાલુ છે. રેલ સેક્ટર પાંચ ટકા વધીને 49,430 TEU અને GPWIS 26 ટકા વધીને 1.8 MMT થયું. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપનો એક ભાગ APSEZ ભારતમાં સૌથી મોટો પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપની વધુ એક કંપની Demerger થશે, પંરતુ ક્યારે ? જાણો શું કહ્યું કંપનીના અધિકારીઓએ

Latest News Updates

મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
g clip-path="url(#clip0_868_265)">