VADODARA : ઊંટ કરડવાથી પશુપાલકનો ચહેરો વેરવિખેર થઇ ગયો, SSG હોસ્પિટલમાં થઇ પ્લાસ્ટિક સર્જરી

SSG hospital : પ્લાસ્ટિક સર્જરી વિભાગની ઓપીડીમાં તેની જરૂરિયાતવાળા દૈનિક 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે.

VADODARA : ઊંટ કરડવાથી પશુપાલકનો ચહેરો વેરવિખેર થઇ ગયો, SSG હોસ્પિટલમાં થઇ પ્લાસ્ટિક સર્જરી
Plastic surgery at Vadodaras SSG hospital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:30 PM

સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી  વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે.

VADODARA : રાજસ્થાનમાં ઊંટ કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા પશુપાલકની શારીરિક વિકૃતિની સુધારણા વડોદરાની સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગે કરી હતી. SSG હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.શૈલેષકુમાર સોનીએ કહ્યું કે પ્લાસ્ટિક સર્જરી ખૂબ ખર્ચાળ સારવાર છે જે આ વિભાગમાં અદનામાં અદનો માણસ લગભગ વિનામૂલ્યે કરાવી શકે છે.

તેમણે કહ્યું કે SSG હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ચરબી ઘટાડવા, ટાલમાં વાળ ઉગાડવા અને જાતિ પરિવર્તનને લગતી પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવે છે. વિભાગની ઓપીડીમાં દૈનિક સરેરાશ 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે અને દર મહિને 60 થી 70 જેટલી વિવિધ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે.

પ્લાસ્ટિક સર્જરી ખૂબ ખર્ચાળ સારવાર છે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ અને સહ પ્રાધ્યાપક ડો.શૈલેષકુમાર સોની કહે છે ખાનગી ઇસ્પિતાલોમાં આ સારવાર ખૂબ મોંઘી છે અને અદના આદમીને તો સહેજ પણ પરવડે તેવી નથી. જો કે સયાજી હોસ્પીટલમાં તેનું નિદાન, સર્જરી અને સારવારની સેવાઓ સરકારના ઉદાર નિયમો પ્રમાણે લગભગ વિનામૂલ્યે મળતી હોવાથી આસપાસના જીલ્લાઓ અને રાજ્યોમાંથી પ્લાસ્ટિક સર્જરીના જરૂરિયાતમંદો સયાજીના દ્વારે આવે છે. તેમણે એક ઘટના યાદ કરતાં જણાવ્યું કે રાજસ્થાનમાં ઊંટના કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા પશુપાલકને સારવાર માટે અહીં લાવવામાં આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રીંછના હુમલાથી વેરવિખેર થઈ ગયેલા માનવ ચહેરાનું 300ટાંકા લઈને કર્યું નવસર્જન તાજેતરમાં સયાજી હોસ્પિટલના આ વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે. ખતરનાક રીંછના હુમલાને લીધે જેનો ચહેરો સાવ ક્ષતવિક્ષત અથવા કહો કે વેરવિખેર થઈ ગયો હતો, તબીબને પણ સારવાર ક્યાંથી શરૂ કરું એવી મૂંઝવણ થાય એવા ઇજાગ્રસ્ત આદિવાસી પ્રૌઢને અહીં લાવવામાં આવ્યો હતો.

ડો.શૈલેષકુમાર સોની અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તેમના સહયોગી તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફે 300 ટાંકા લઈને અને ચાર કલાકની મેરેથોન પ્લાસ્ટિક સર્જરી કરીને જ્યારે ઈજાગ્રસ્તના ચહેરાનું નવસર્જન કર્યું ત્યારે જો ઉપરથી સર્જનહારે આ શસ્ત્રક્રિયા નિહાળી હશે ત્યારે અવશ્ય એ પણ આ તબીબોની કુશળતા પર આફ્રિન પોકારી ગયા હશે.

ડો.સોની કહે છે કે ખાનગી હોસ્પિટલમાં જો આ ઈજાગ્રસ્તને સારવાર મળી હોત તો ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હોત.અમારી સરકારી હોસ્પિટલમાં આ મોંઘી સર્જરી લગભગ વિનામૂલ્યે થતી હોવાથી ઈજાગ્રસ્તને ખૂબ મોટી આર્થિક રાહત થઈ છે.

ઓપીડીમાં દૈનિક સરેરાશ 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે ડો.શૈલેષકુમાર સોની જણાવે છે કે સયાજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીની ઉપલબ્ધ સેવાઓની જાણકારી વધતા હવે અમારા વિભાગની ઓપીડીમાં તેની જરૂરિયાતવાળા દૈનિક 60 થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે. જ્યારે દર મહિને સરેરાશ 60 થી 70 જેટલી,નાની મોટી અને વિવિધ અંગોની કુરૂપતા નીવારતી,દેખાવ સુધારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે.

કેવા કેવા પ્રકારની પ્લાસ્ટિક સર્જરી થાય છે? આ વિભાગમાં વિવિધ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. ફાટેલા હોંઠ અને તાળવાને સાંધવાની તેમજ બાળકોને પેશાબની જગ્યાએ જોવા મળતી લીંગની જન્મજાત ખામીને નીવારતી પ્લાસ્ટિક સર્જરી અહીં કરવામાં આવે છે. દાઝેલા હાથ,ચહેરાને સુધારવાની,હાથની કપાયેલી નસો/ સ્નાયુઓને જોડવાની, કપાયેલી આંગળીઓને જોડવાની,તૂટેલા જડબાને સાંધવાની તબીબી કરામત અહીં કરવામાં આવે છે.

તો કોસ્મેટિક પ્રકારની ગણાતી ચરબી ઘટાડવા એટલે કે લાયપોસક્ષન, ટાલમાં વાળનું પ્રત્યારોપણ, મહિલાઓ ના સ્તન ને નાના મોટા અને સુડોળ બનાવવા, લિંગ પરિવર્તન એટલે કે સેક્સ ચેન્જ તેમજ મહિલા જેવી છાતી ધરાવતા પુરુષોની ખામી સૂધારતી મેલ બ્રેસ્ટ સર્જરી કરવામાં આવે છે. કેન્સર અને ઓર્થોપેડીક વિભાગની સાથે રહીને તથા રક્તપિત્તના રોગને લીધે થતી અંગ વિકૃતિની સુધારણાની શસ્ત્રક્રિયાઓ પણ આ વિભાગ કરે છે.

મ્યૂકોરમાયકોસિસના દર્દીઓને પણ મળે છે આ વિભાગની સેવાઓ તાજેતરમાં કોરોનાને લીધે જાણીતા થયેલા મ્યૂકોરમાયકોસિસની સારવાર દરમિયાન દર્દીના ચહેરા પર વિવિધ પ્રકારની સર્જરીઓ કરવી પડે છે.તેના દર્દી સાજા થયા પછી ચહેરાનો દેખાવ સુધારવા/ શક્ય તેટલો પૂર્વવત કરવાની શસ્ત્રક્રિયા આ વિભાગનું કામ છે. ડો.શૈલેષકુમાર સોની જણાવે છે કે બે લહેરો દરમિયાન ઉપરોક્ત રોગનો ભોગ બનેલા કુલ દર્દીઓ પૈકી પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતવાળા અંદાજે ૨૦ ટકા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી અમારા વિભાગે કરી છે.

હિંસક પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયેલાઓ ને મળે છે સારવાર કૂતરું કરડવાથી ઘણીવાર ચહેરા/ નાકને ઇજા થાય છે.વડોદરા જિલ્લો રાજ્યના દક્ષિણ વિસ્તારના જંગલોનું પ્રવેશદ્વાર ગણાય છે.એટલે હિંસક પ્રાણીઓના હુમલામાં ઘવાયેલા લોકોને પ્લાસ્ટિક સર્જરી અને સારવાર માટે અહીં લાવવામાં આવે છે.એવી જ રીતે મગરના હુમલા થી હાથ પગમાં થયેલી ઈજાઓની સારવાર અહીં કરવામાં આવે છે.

આમ,પ્લાસ્ટિક સર્જરીનો વ્યાપ અને વિવિધતા સામાન્ય માણસની કલ્પના થી ઘણી વધુ વ્યાપક છે. તબીબોને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે.પ્લાસ્ટિક સર્જન વિવિધ રીતે વિકૃત થયેલા,કુરૂપ થયેલા માનવ અંગોનું નવસર્જન કરીને એ આસ્થાને દ્રઢ કરે છે.

આ પણ વાંચો : AHMEDABAD : વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ 2022માં SSIP 2.0 પોલીસીનું લોન્ચીંગ, જાણો આ પોલીસી વિશે

g clip-path="url(#clip0_868_265)">