AHMEDABAD : વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ 2022માં SSIP 2.0 પોલીસીનું લોન્ચીંગ, જાણો આ પોલીસી વિશે

Vibrant Gujarat Education Summit 2022 : આ સમિટમાં શૈક્ષણિક ક્ષેત્રના 30 જેટલા એમ.ઓ.યુ. પણ સંપન્ન થયા હતા તથા નવી શિક્ષણ નીતિના દિશાદર્શનનો રોડમેપ અને SSIP 2.0નું લોન્ચીંગ પણ થયું હતું.

AHMEDABAD : વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ  2022માં SSIP 2.0 પોલીસીનું લોન્ચીંગ, જાણો આ પોલીસી વિશે
Vibrant Gujarat Education Summit 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 4:48 PM

ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શિક્ષા નીતિનું અસરકારક અમલીકરણ કરાવવામાં સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે.

AHMEDABAD : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’નો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતનો ધ્યેય પરિપૂર્ણ કરવા નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP)ના માધ્યમથી વિશ્વભરના પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, યુનિવર્સિટીના તજજ્ઞોનું આ વિચાર મંથન ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવશે.

નવી એજ્યુકેશન પોલીસીની ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનમાં નવી નેશનલ એજ્યુકેશન પોલીસી અંગે વિશદ ભૂમિકા આપતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ માર્ગદર્શનમાં સાડા ત્રણ દાયકા બાદ નવી નેશનલ એજ્યુકેશન પોલીસીની રચના થઇ છે.આ નેશનલ એજ્યુકેશન પોલીસી નયા ભારતના નિર્માણમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. એટલું જ નહી, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આ નીતિ બળ આપનારી છે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું કે, કોઇ પણ દેશના સર્વાંગી વિકાસ માટે એક સુઆયોજિત શૈક્ષણિક નીતિ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી દેશ આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાન્તિકારી પરિવર્તન માટે સજ્જ બન્યો છે.દેશમાં મૌલિક અને પ્રતિભાસંપન્ન યુવાનોના ઘડતર માટે સમયને અનુરૂપ જરૂરિયાતો પ્રમાણેની વ્યાપક શિક્ષણ વ્યવસ્થા જોઈએ. તે વ્યવસ્થા પૂરી પાડવાનું મોટું કામ વડાપ્રધાનની આગેવાનીમાં પાર પડી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

NEPથી દેશમાં સાનુકૂળ માહોલ ઊભો થયો મુખ્યપ્રધાને જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતની કલ્પના વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે નવી એજ્યુકેશન પોલિસીના સુચારૂં અમલીકરણથી ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે દેશમાં સાનુકૂળ માહોલ ઊભો થયો છે. દેશ-રાજ્યના યુવાનો વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ શકે તેનું પણ નવી નીતિમાં ધ્યાન રાખવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારની નાણાકીય મદદ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. ત્યારે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર કેપેસિટી બિલ્ડીંગ, સ્કીલ ડેવલપમેન્ટ, રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે ઊંચા લક્ષ્યો સિદ્ધ કરી રહી છે. ગુજરાતે રિસર્ચ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટને હંમેશા પ્રાધાન્ય આ૫યુ છે. નવા જમાનાને અનૂરૂપ, વૈશ્વિક પડકારો સામે સક્ષમતાથી સફળ થાય તેવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ફાયનાન્સિયલ સપોર્ટ પણ કરે છે એમ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું.

ગુજરાતમાં 91 જેટલી યુનિવર્સિટીઝ અને 2860 સંસ્થાઓ વડાપ્રધાને જ્ઞાનશક્તિના મહત્વને વધુ વ્યાપક ફલક આપવા વિશ્વમાં શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર ઉતારવાનો શિક્ષણ ક્રાંતિ યજ્ઞ આદર્યો હતો. તેમના દિશાદર્શનમાં ગુજરાતે સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનલ યુનિવર્સિટીઝની શરૂઆત પાછલા બે દશકોથી કરી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગુજરાતમાં 91 જેટલી યુનિવર્સિટીઝ 2860 ઉપરાંત સંસ્થાઓ દ્વારા આધુનિક જ્ઞાન યુવાઓેને મળી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુણવત્તાયુકત એટલે કે ક્વોલિટી એજ્યુકેશનથી ઉજ્જવળ ભાવિ પેઢી નિર્માણ માટે ગુજરાતમાં PM MODIના માર્ગદર્શનમાં ગુણોત્સવનો નવો કોન્સેપ્ટ સફળતાપૂર્વક પાર પાડયો છે. ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી – 2020ના મુખ્ય પાસાઓને અનુરૂપ વિવિધ મહત્વપૂર્ણ પગલાંઓ હાથ ધર્યા છે.

NEPનો ઝડપથી અમલ કરવા ગુજરાત પ્રતિબદ્ધ ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર આવા અનેક મજબૂત આધારસ્તંભ પર વિકસી રહ્યું છે. આ જ આધારસ્તંભ પર નવી એજ્યુકેશન પોલિસીનો પણ ખૂબ ઝડપથી અમલ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. આ પોલિસીના અમલીકરણથી એક એવી ઈકોસીસ્ટમ તૈયાર થશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતની સનાતન સંસ્કૃતિમાં સૈકાઓ પહેલાં ગુરૂકુળ પરંપરા હતી. વલભી, તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠો શિક્ષણ માટે વિશ્વપ્રસિદ્ધ હતી. દેશ-દેશાવરથી શિષ્યો પણ ભારતમાં ભણવા માટે આવતા. ICAI-2022ના ભાગરૂપે વર્લ્ડ-ક્લાસ યુનિવર્સિટી અંગે વાઈસ ચાન્સેલર્સ કોન્ક્લેવનું આયોજન સદીઓથી આપણી આવી યુનિવર્સિટીઓ જ્ઞાનના પ્રસારનું મુખ્ય કેન્દ્ર રહી છે તે વાતની પુષ્ટિ કરે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી યુનિવર્સિટીઝને વર્લ્ડ-કલાસ બનાવવા માટે સમય સાથે કદમ મિલાવતી જરૂરી પદ્ધતિઓ, પ્રણાલીઓ, માળખાગત બાબતો અને અભિગમ અંગેના કેસ સ્ટડીઝને સમજવા માટે આ કોન્ફરન્સમાં યોજાનારી વાઇલ ચાન્સેલર્સ કોન્કલેવ ઉપયોગી બનશે.

શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચવા ગુજરાત સજ્જ ગુજરાત શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ દ્વિ-દિવસીય સંમેલનના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષણની આંતરરાષ્ટ્રીય સમિટ થકી રાજ્ય શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચવા ગુજરાત રાજ્ય સજ્જ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલી કરવામાં આવી છે.

આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ દ્વારા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક સ્તરની બને તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. શિક્ષણ પ્રધાને આ પ્રસંગે વિશેષમાં જણાવ્યું કે, આજે સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સંમેલનનું આયોજન થયું છે તે સાયન્સસીટી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરદર્શી અને દ્રષ્ટિવંત નેતૃત્વનુ પરિણામ છે.

NEPના અમલીકરણમાં ગુજરાત મોખરે સાયન્સ સિટીમાં કાર્યરત રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી સહિતના વૈવિધ્યપૂર્ણ પ્રકલ્પો દેશ-વિદેશના લોકોને આકર્ષી રહ્યા છે.દ્વિ-દિવસીય શિક્ષણ સમિટ રાજ્યના બાળકોના સંશોધન અને જ્ઞાનનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આદાન પ્રદાન કરશે.જે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના ના સંકલ્પને ચરિતાર્થ કરશે.

ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શિક્ષા નીતિનું અસરકારક અમલીકરણ કરાવવામાં સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. આ કોન્ફરન્સમાં હોલિસ્ટિક એજ્યુકેશન સ્કીલ ડેવલપમેન્ટ, આંતરપ્રિન્યોર્સિપ, ડિજિટલ એજ્યુકેશન, જેવા વિવિધ વિષયો નો સમાવેશ કરાશે. જે વિઘાર્થીઓના શિક્ષણને વધુ પરિપક્વ બનાવશે.

SSIP 2.0નું લોન્ચિંગ શિક્ષણપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં SSIP. 1.0 સફળ પરિણામો બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા SSIP(Students Startup Innovation Policy) 2.0 પોલીસી લોન્ચ કરવામાં આવી છે. આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 . ધોરણ-6 થી પી.એચ.ડી. સુધીના બાળકો યુવાઓના નવોન્મેષ વિચારો અને સંશોધનને નવી રાહ ચીંધશે તેવો ભાવ શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની શાળાઓની શિક્ષણ વ્યવસ્થાને વધુ ગુણવત્તાસભર બનાવવા તેમજ તેની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે વિભિન્ન પ્રયાસો હાથ ધર્યા છે.

ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે વોકેશનલ સેન્ટર કાર્યરત કરાવીને તેમને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવાની દિશામાં શિક્ષણ વિભાગે હાથ ધર્યા છે.

ગુજરાત સરકારના સર્વાંગી વિકાસ અને વ્યવસ્થાપનના પગલે જ આજે સમગ્ર દેશના ગુડ ગવર્નન્સ આંકમાં ગુજરાતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવંતી બાબત છે.

આ પ્રસંગે શિક્ષણપ્રધાને દેશ-વિદેશથી આવેલા ડેલિગેટ્સ, રોકાણકારોને રાજ્યના ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સીટી જેવા વિવિધ પ્રમુખ સ્થાનોની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું.

આ સમિટમાં શૈક્ષણિક ક્ષેત્રના 30 જેટલા એમ.ઓ.યુ. પણ સંપન્ન થયા હતા તથા નવી શિક્ષણ નીતિના દિશાદર્શનનો રોડમેપ અને SSIP 2.0નું લોન્ચીંગ પણ થયું હતું.

આ કોન્ફરન્સમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગડમ, નોર્વે અને ફ્રાન્સ જેવા દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થયા છે. જ્યારે બ્રિટિશ કાઉન્સિલ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન, વર્લ્ડ બેંક, યુનેસ્કો, યુનિસેફ, યુ.એન-વુમન, ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ આ કોન્ફરન્સના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ છે. એટલું જ નહીં, સ્કીલ ઈન્ડિયા, NSDC, નીતિ આયોગ, AICTE, NBA, EDCIL અને i-Care નેશનલ પાર્ટનર્સ છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર, કિર્તિસિંહ વાધેલા, બ્રિજેશકુમાર મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રિય સચિવ અનિતા કરવાલ,મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, ગુજરાત યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યા સહિતના અન્ય વાઇસ ચાન્સેલર, શિક્ષણવિદો અન્ય ઉચ્ચ અધિકારીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">