કોરોનાની દહેશત : વડોદરાની સયાજી હોસ્પિટલનો પ્રસૂતિ વિભાગ મહિલાઓની સારવાર માટે સજ્જ

કોરોનાની શહેરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા કેસોમાં જ સગર્ભાઓનો સમાવેશ થતો હતો અને આ રોગ સાવ અજાણ્યો હતો ત્યારે જ સંક્રમિત મહિલાઓની સારવાર અને સુવાવડનો પડકાર આ વિભાગે ઝીલ્યો હતો.

કોરોનાની દહેશત : વડોદરાની સયાજી હોસ્પિટલનો પ્રસૂતિ વિભાગ મહિલાઓની સારવાર માટે સજ્જ
Vadodara Sayaji Hospital Maternity Ward
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:37 PM

કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને વડોદરાની(Vadodara)  સયાજી હોસ્પિટલના(Sayaji Hospital)  પ્રસૂતિ વિભાગે(Maternity Ward)  પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના સમયે જ સંક્રમિત જણાય તો સલામત સુવાવડ કરાવવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ તકેદારીના ભાગરૂપે કરી લીધી છે.

કોરોનાની શહેરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા કેસોમાં જ સગર્ભાઓનો સમાવેશ થતો હતો અને આ રોગ સાવ અજાણ્યો હતો ત્યારે જ સંક્રમિત મહિલાઓની સારવાર અને સુવાવડનો પડકાર આ વિભાગે ઝીલ્યો હતો.

રૂમ,ઓટી, આઇસોલેશન વોર્ડ, આઇ.સી.યુ.સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર

હવે પહેલી અને બીજી લહેરોનો અનુભવ અને સાવચેતી સંભવિત ત્રીજી લહેરના સંક્રમિત બહેનોની સલામત પ્રસૂતિ કરાવવાના પડકારોને પહોંચી વળવામાં ચોક્કસ મદદરૂપ બનશે તેવી લાગણી સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.આશિષ ગોખલેએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે માનવ સંપદાને તાલીમ,લેબર રૂમ,ઓટી, આઇસોલેશન વોર્ડ, આઇ.સી.યુ.સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર છે.

નવા વર્ષમાં આ જાણીતી એક્ટ્રેસની તસવીરો થઈ વાયરલ, જુઓ
ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?

તેમણે જણાવ્યું કે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોન એમ બે વેરિયન્ટ છે.પણ બંનેની સિમ્પટોમેટોલોજી અને પ્રોટોકોલમાં વિશેષ ફરક નથી.નિર્ધારિત ચેપ નિવારક તકેદારીઓ બંનેમાં રાખવાની છે.સદભાગ્યે અત્યાર સુધી એક પણ સગર્ભા સંક્રમિત થઈ નથી.

સમર્પિત તબીબો,નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફની ટીમ

અમે પ્રસૂતિ વિભાગના ભોંય તળિયે ૧૫ + પથારીઓની આ માટે જુદી સુવિધા રાખી છે. આઇસીયુ અને લેબર રૂમની પણ અલાયદી સગવડ છે.અમે નોન કોવિડ પ્રસુતિની કામગીરી ચાલુ રાખીને કોવિડ પ્રસુતિને પણ હેન્ડલ કરીએ છે.અમારી પાસે અનુભવી અને સમર્પિત તબીબો,નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફની ટીમ છે.

પ્રોટોકોલ મુજબ સ્ક્રીનીંગથી લઈને સારવાર શરુ કરવામાં આવશે.

લક્ષણો સાથે કોઈ સગર્ભા આવે તો તુરત જ પ્રોટોકોલ અનુસરી સંપૂર્ણ સાવચેતી સાથે સ્ક્રીનીંગથી લઈને સારવાર શરુ કરવામાં આવશે. યાદ રહે કે કોવિડની પહેલી બે લહેર દરમિયાન સંક્રમિત સગર્ભાઓની સારવાર અને સલામત સુવાવડની ખાનગી દવાખાનાઓમાં સુવિધા લગભગ હતી જ નહિ. આવા કેસોમાં સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં.બીજી લહેરના અંત ભાગે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તેની સુવિધા ઉપલબ્ધ થઈ.

૨૦૨૧ના વર્ષમા  સરકારી આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૬૫૦૦ + સુવાવડ કરાવવામાં આવી

જો કે તે સામાન્ય પરિવારોને પોસાય તેવી ન હતી.જ્યારે ઉપરોક્ત બંને સરકારી દવાખાનાઓમાં લગભગ વિનામૂલ્યે સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પિતતા સાથે કરવામાં આવી છે જેની અવશ્ય નોંધ લેવી પડે.તાજેતરમાં પૂરા થયેલા સન ૨૦૨૧ના વર્ષમાં આ સરકારી આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૬૫૦૦ + સુવાવડ કરાવવામાં આવી છે.મોટેભાગે મધ્યમ અને ગરીબ વર્ગોના પરિવારો માટે અહીની સુવિધા આશીર્વાદ રૂપ છે.

મેડિકલ ફિલ્ડ એ નિતનવા પડકારોથી ભરેલું છે. ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠલાની કહેવતને સાચી ઠેરવતા તબીબ અને આરોગ્ય સમુદાય નીત નવા રોગોની નવી સારવાર શોધે છે અને લોકોની આરોગ્ય રક્ષા કરે છે. કોવિડ એની જ એક કડી છે.

આ  પણ વાંચો : અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો : પોલીસ મહિલાઓને ‘ખાનગી’માં પૂછે છે, ‘જાહેર’માં ક્યાં નથી ગમતુ?

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
g clip-path="url(#clip0_868_265)">