અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

AMCની 150થી વધુ ટીમો 80 શાળાઓમાં 30 હજાર કિશોરોને દરરોજ વેક્સિન આપશે.7 દિવસમાં 700 શાળાઓના 2 લાખ કિશોરોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:12 PM

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશન 15થી 18 વર્ષના કિશોરોને રસી(Children Vaccine)  આપવાની શરૂઆત કરવામાં આવી છે.શહેરના ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી રસીકરણનો(Vaccination)  પ્રારંભ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હસ્તે રસીકરણની શરૂઆત કરવામાં આવી.

અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કિશોરોના વૅક્સિનેશન માટે અલગ ટીમ

કિશોરોને કોરોનાથી રક્ષણ મળે તે માટે દરરોજ AMCની 150થી વધુ ટીમો 80 શાળાઓમાં 30 હજાર કિશોરોને વૅક્સિન અપાશે.7 દિવસમાં 700 શાળાઓના 2 લાખ કિશોરોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.એટલું જ નહીં 80 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે પણ 15થી 18 વર્ષના કિશોરો વૅક્સિન લઈ શકશે.અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કિશોરોના વૅક્સિનેશન માટે અલગ ટીમ મુકવામાં આવી છે.

વિદ્યાર્થીઓમાં પણ રસી અંગે ઉત્સાહ

અમદાવાદના તંત્ર દ્વારા જિલ્લાની એમ.પી.પંડ્યા હાઈસ્કૂલમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 436 જેટલા રજિસ્ટર વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે… જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ રસી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શાળા સંચાલકો સહિત વાલી અને બાળકોને રાહત મળી

અમદાવાદમાં કિશોરોના રસીકરણ અભિયાન માટે શહેરમાં 150થી વધુ ટીમો કામે લગાવાઇ છે.ત્યારે શહેરના દક્ષિણ ઝોનમાં 35 સ્થળે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.દક્ષિણ ઝોનમાં અંદાજે 50 હજાર બાળકોને રસી આપવામાં આવશે.ત્યારે બાળકોને રસી લીધા બાદ કોઇ આડઅસર ન થાય તેનું પણ ધ્યાન અપાઇ રહ્યું છે.રસીકરણ પ્રક્રિયા શરૂ થતા જ શાળા સંચાલકો સહિત વાલી અને બાળકોને રાહત મળી રહી છે.

આ પણ વાંચો : લીકર ટેસ્ટની ફરિયાદ મુદ્દે ઇસુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા

આ પણ વાંચો :  Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">