વડોદરા : ઉદ્યોગપતિ પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતુ મુકીને જીવન ટૂંકાવ્યું

અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ એકસાથે આત્મહત્યા કરી, મૃતકના પરિવારજનોના મતે આર્થિક સંકડામણ કે દેવા જેવી કોઈ સ્થિતિ ન હતી,

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 4:16 PM

વડોદરાના ઉદ્યોગપતિ પિતા-પુત્રએ મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું, અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ એકસાથે આત્મહત્યા કરી, મૃતકના પરિવારજનોના મતે આર્થિક સંકડામણ કે દેવા જેવી કોઈ સ્થિતિ ન હતી, પરંતુ દિલીપ દલાલના પુત્ર રસેસની માનસિક સ્થિતિ નબળી હતી, દિલીપ દલાલ ગઈકાલે બપોરે પુત્રને શાળામાંથી લઈ કોઈને કાંઈ જણાવ્યા વગર સીધા નીકળી ગયા હતા, જેથી માનસિક બિમારીથી કંટાળીને પિતા-પુત્રએ આત્મહત્યા કર્યાની પરિવારજનોને શંકા છે,

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે-ફાટક પાસેથી મળી આવ્યા હતા. મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો, જેને પગલે રેલવે સ્ટેશન પર ઊભેલા લોકો દોડી ગયા હતા. પીએસઆઇએ બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી એ બહાર આવ્યું નથી.

આ પણ વાંચો : International: ફેસબુકના CEO અને પત્ની પ્રિસિલા ચાન પર ભૂતપૂર્વ સ્ટાફે લગાડ્યો દુર્વ્યવ્હારનો આક્ષેપ, ફરિયાદ દાખલ કરાઈ

આ પણ વાંચો : પોલીસ ગ્રેડ-પે આંદોલનનો આજે ત્રીજો દિવસ, વિવિધ ઠેકાણે પોલીસકર્મીઓના પરિવારજનોના ધરણાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">