Vadodara : કારની મનપસંદ નંબર પ્લેટ મેળવવા રૂપિયા 2.28 લાખની બોલી લાગી, RTOને થઇ જંગી આવક

Vadodara : હાલ ગુજરાતના મેટ્રો શહેરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે રાજયનાં લોકોમાં દહેશતનો માહોલ છે. ત્યારે એક અખબારી અહેવાલ પ્રમાણે RTO દ્વારા તાજેતરમાં નવી શરૂ કરેલી ફોર વ્હીલર અને ટુ-વ્હીલરની સિરીઝના સિલેક્ટેડ નંબરના ઓક્શન યોજાયું હતું.

Vadodara : કારની મનપસંદ  નંબર પ્લેટ મેળવવા રૂપિયા 2.28 લાખની બોલી લાગી,  RTOને થઇ જંગી આવક
વડોદરા-આરટીઓ ઓફિસ
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 2:45 PM

Vadodara : હાલ ગુજરાતના મેટ્રો શહેરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે રાજયનાં લોકોમાં દહેશતનો માહોલ છે. ત્યારે એક અખબારી અહેવાલ પ્રમાણે RTO દ્વારા તાજેતરમાં નવી શરૂ કરેલી ફોર વ્હીલર અને ટુ-વ્હીલરની સિરીઝના સિલેક્ટેડ નંબરના ઓક્શન યોજાયું હતું. જેમાં એક ઈનોવાના માલિકે મનપસંદ નંબર માટે 2.28 લાખ ભર્યા હતા. કેટલાય સમયથી સિલેક્ટેડ નંબર માટે ઊંચી રકમ બોલાતી નથી. ત્યારે કોરોનાની મંદી વચ્ચે પણ જંગી રકમ આવતાં RTOને પણ આવક થઇ હતી. સામાન્ય રીતે દર વર્ષે વડોદરા આરટીઓમાં 3 સિરીઝ ખૂલતી હોય છે.

હાલની PF અગાઉ પી.ઈ. સિરીઝમાં લાખ રૂપિયા જેટલી ઊંચી બોલી પણ કોઈ બોલ્યું નહોતું. RTO અધિકારીઓ માટે પણ કોરોના વચ્ચે સિલેક્ટેડ નંબર માટેનો ઊંચો ભાવ આશ્ચર્યજનક રહ્યો છે. કેટલાક નંબર માટે 50 હજારથી 1 લાખ સુધી પણ બોલી બોલાઇ હતી. વડોદરા RTO દ્વારા 20 માર્ચથી ફોર વ્હીલરની નવી સીરીઝ માટે ગોલ્ડન, સિલ્વર નંબરની હરાજી શરૂ કરાઇ હતી. જેમાં જગદીશભાઈ નામના વ્યક્તિએ ઈનોવા કાર માટે સિલેક્ટેડ નંબર 9999 માટે આ રકમ ભરી હોવાનું RTO દ્વારા જાણવા મળ્યું હતું.

બીજી તરફ વડોદરામાં ટ્રાવેલ્સ વ્યવસાય કમરતોડ માર સહન કરી રહ્યું છે. ત્યારે કારેલીબાગના એક ટ્રાવેલ્સ દ્વારા 4 લક્ઝરી બસ એક સાથે ખરીદવામાં આવી હતી. શનિવારે RTOમાં પાસિંગ માટે આવેલી આ બસ કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બની હતી. ટ્રાવેલર્સ દ્વારા જણાવ્યા મુજબ ટૂર માટે નહીં પરંતુ કંપનીમાં મુકવા બસો ખરીદવામાં આવી છે. જે કર્મચારીઓને લાવવા લઈ જવાના કામમાં વપરાશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ હરાજીમાં 108 લોકોએ ભાગ લીધો ઇન્ચાર્જ RTO વડોદરા એ.એમ.પટેલે જણાવ્યું હતું કે, 20 માર્ચે થયેલા ઓક્શનમાં 108 લોકોએ ભાગ લીધો હતો. કેટલાંક વર્ષોથી આટલી મોટી બોલી કોઈ બોલ્યું નથી. બાકી નંબરો માટે 15થી 19 એપ્રિલ સુધી માટે અરજી થઈ શકશે.

ગોલ્ડન નંબર માટે રૂ. 25 હજાર બેઝ રેટ કારના ગોલ્ડન નંબર માટે બેઝ રેટ 25 હજાર અને સિલ્વર નંબર માટે 10 હજાર તેમજ ટુ વ્હીલર માટે ગોલ્ડન નંબર 5 હજાર, સિલ્વર નંબર 2 હજાર બેઝ રેટ છે. આરટીઓ આ રકમથી ઓછામાં કોઈ પણ નંબર વેચી શકતી નથી. જો બોલી ન બોલાય તો એ નંબર પડી રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">