અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક ટ્રિપલ અકસ્માત, બેનાં મોત

આ અકસ્માત મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે મોત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 2:25 PM

અમદાવાદ વડોદરા(Ahmedabad) એક્સપ્રેસ વે (Express Way)પર મહેમદાવાદના માંકવા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થાય છે. આ અકસ્માત મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે મોત થયા હતા.

જો કે આ અકસ્માત બાદ મીની બસનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો છે. આ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત રાજ્યના આજે સર્જાયેલા બીજા અકસ્માતમાં પાટણમાં (Patan) બેકાબૂ બનેલી જીપ દિવાલ તોડીને ધડાકાભેર ઘરમાં ઘૂસી ગઈ હતી.જીપચાલકે બે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટના માં એક 55 વર્ષીય વ્યક્તિ અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ ઘટના જીમખાના નજીકની છે. જ્યાં રસ્તા પર આવેલા એક ઘરમાં પરિવાર સૂતો હતો.

રાત્રે સૂતેલા સભ્યોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે તેમની સવાર આટલી ભયાનક હશે.તેમની આંખ ઉઘડે અને સવાર પડે તે પહેલા જ જીપ કાળ બનીને આવી. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ જીપચાલક ફરાર થઈ ગયો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

તો બીજી તરફ બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી એક જ મકાનમાં ઘૂસીને ઊભી રહી જતા બીજા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

આ પણ વાંચો :અમદાવાદ સહિત ગુજરાતમાં દશેરાની ઉજવણી થશે, અનેક સ્થળોએ રાવણ દહન પણ કરાશે

આ પણ વાંચો : અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">