UPની ઈકોનોમી પર ‘રામલલ્લા’ના આશીર્વાદ! મંદિર અને આ કારણોથી ભરાઈ સરકારી તિજોરી

UP Economy : અયોધ્યા અને રામ મંદિરના કારણે યુપીની અર્થવ્યવસ્થાને સતત વેગ મળી રહ્યો છે. તાજેતરમાં એપ્રિલ 2024માં સરકારી તિજોરીમાં 12,290 કરોડ રૂપિયા આવ્યા હતા. 12,290 કરોડના કલેક્શન સાથે યુપી રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી GST કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બન્યું છે. તેની પાછળ રામ મંદિર અને પર્યટનનો સૌથી મોટો ફાળો છે.

UPની ઈકોનોમી પર 'રામલલ્લા'ના આશીર્વાદ! મંદિર અને આ કારણોથી ભરાઈ સરકારી તિજોરી
UP state became the fourth largest state in GST collection
Follow Us:
| Updated on: May 05, 2024 | 9:47 AM

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદથી રેકોર્ડ પ્રવાસીઓ રામલલ્લાના દર્શન કરવા માટે સતત અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન એપ્રિલ 2024માં દેશમાં 2.10 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ GST કલેક્શન આવ્યું છે. આમાં ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશે 19 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને મંથલી કલેક્શનમાં તમિલનાડુને પાછળ છોડી દીધું છે. એપ્રિલ 2024માં 12,290 કરોડ રૂપિયા સાથે UPએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી GST કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે.

પ્રવાસીને કારણે ભરાઈ તિજોરી

અયોધ્યામાં રામ મંદિરનો રેકોર્ડ GST સંગ્રહમાં મોટો ફાળો હતો, કારણ કે જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી રાજ્યના પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રવાસીઓમાં ભારે વધારો થયો છે, જેના કારણે સરકારી તિજોરી પણ ભરાઈ ગઈ છે.

તમિલનાડુને પાછળ છોડીને ચોથું સૌથી મોટું રાજ્ય બન્યું

GST કલેક્શનના સંદર્ભમાં તમિલનાડુ દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવતું રાજ્ય 5માં સ્થાને જતું રહ્યું છે. એપ્રિલ 2023માં તમિલનાડુનું GST કલેક્શન રૂપિયા 11,559 કરોડ હતું જ્યારે યુપીનું રૂપિયા 10,320 કરોડ હતું. ઉત્તર પ્રદેશના GST કલેક્શનમાં આ વધારો કરચોરીને રોકવાના મજબૂત પગલાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આક્રમક ખર્ચને કારણે જોવા મળ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

4 લાખ કરોડ હોઈ શકે છે પ્રવાસી ખર્ચ

અયોધ્યામાં રામ મંદિરની પૂર્ણાહુતિ અને વિવિધ પહેલને જોતાં યુપીમાં પ્રવાસીઓ દ્વારા કુલ વાર્ષિક ખર્ચ 2025 ના અંત સુધીમાં રૂપિયા 4 લાખ કરોડને પાર કરી શકે છે, જેના કારણે રાજ્યને નાણાકીય વર્ષ 2025માં 20,000-25,000 કરોડ રૂપિયાની વધારાની ટેક્સ આવક મળી શકે છે. SBI રિસર્ચ દ્વારા 21 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે.

હોટલ અને મુસાફરીમાં વધારે ચુકવણી થાય છે

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિરની આસપાસ ધાર્મિક યાત્રામાં વધારો થવાને કારણે ઘણો ટ્રાફિક જોવા મળ્યો હતો. જેના કારણે હોટલ અને મુસાફરી માટે મોટા પાયે ચૂકવણી કરવામાં આવી હતી. આનાથી છેલ્લા કેટલાક મહિનામાં જીએસટીની આવકમાં રૂપિયા 200-300 કરોડની આવક થઈ છે. PWCના જૈનના જણાવ્યા અનુસાર, યુપીનું મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેની આવકમાં વધારો થઈ શકે છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">