અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

APMCમાં સારી ગુણવત્તાવાળી કોથમીર 40થી 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવે મળી રહી છે..જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં તે છૂટકમાં 140થી 150ના ભાવે વેચાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 10:55 AM

પેટ્રોલ (Petrol) ડીઝલના ભાવ વધારાની(Price hike)અસર સીધી જ લોકોના બજેટ પર જોવા મળી રહી છે. તહેવારોના સમયે જ લીલાં શાકભાજીના(Vegetable)ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલ રૂપિયા 100ને પાર થયા બાદ હવે ગવાર, વાલોળ, ચોળી, કોથમીર, મેથીના ભાવ પણ કિલો દીઠ 100 રૂપિયાને પાર થઈ ગયા છે.

APMCમાં સારી ગુણવત્તાવાળી કોથમીર 40થી 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં તે છૂટકમાં 140થી 150ના ભાવે વેચાઈ રહી છે.

APMCમાં ગવાર 90 રૂપિયે પ્રતિકિલો, ચોળી 100 રૂપિયે પ્રતિકિલો અને કોથમીર 80 રૂપિયે પ્રતિ કિલોના ભાવ છે. જ્યારે છૂટક બજારમાં આ શાકભાજી દોઢાથી વધારે ભાવે વેચાતી હોવાની ફરિયાદો ઊઠી છે. હોલસેલ વેપારી પોતાનું માર્જિન વધારી રહ્યા છે તે જ રીતે રિટેલર્સ પણ તેમનું માર્જિન 50થી 75 ટકા ઊંચું રાખીને તકનો લાભ લઈ રહ્યા છે.

કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં જ 1 કિલો વટાણાના ભાવ 100થી 135 બોલાતા હોવાથી છૂટક માર્કેટમાં વટાણાનાં ભાવ 150થી 200 રૂપિયાની રેન્જમાં બોલાઈ રહ્યા છે. વરસાદે વિદાય લેતા પહેલાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં કોથમીર, ગવાર અને મેથીના પાકને નુક્સાન થયું છે.

રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ 30થી 40 પૈસા વધી રહ્યા છે.. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે.. ફક્ત એક વર્ષમાં જ પેટ્રોલ-ડીઝલનો ભાવ 20 રૂપિયાથી પણ વધી ગયો છે.. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : પાવાગઢ મહાકાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ વિડીયો

આ પણ વાંચો : દેશમાં કોલસાની અછત વચ્ચે ઉકાઈ હાઇડ્રો પ્લાન્ટમાંથી 21. 51 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">