AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi: તાપીના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે અને ઓછા પાણીએ ભીંડાની પ્રાકૃતિક ખેતી કરી મેળવી બમણી આવક

Tapi: આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના ખેડૂતે ભીંડાની પ્રાકૃતિક ખેતી કરી મબલખ ઉત્પાદન સાથે બમણી આવક મેળવી છે. ઓછા ખર્ચે અને ઓછા પાણી સાથે પોતાની આગવી સૂઝબુઝ અને કૃષિવિજ્ઞાન કેન્દ્રમનના માર્ગદર્શનથી ભીંડાની ખેતી કરી અને બમણી આવક મેળવી રહ્યા છે.

Tapi: તાપીના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે અને ઓછા પાણીએ ભીંડાની પ્રાકૃતિક ખેતી કરી મેળવી બમણી આવક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 7:37 PM

તાપી જિલ્લાનો આદિવાસી ખેડૂત પ્રાકૃતિક રીતે ભીંડાની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યો છે, આ ખેડૂત એ મરચીન્ગ, ડ્રિફ ઇરીગેશન અને સોલર નો ત્રિવેણી સંગમ કરી પોતાની સૂઝબૂઝ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન થી ખેતી કરી ઓછા ખર્ચે, ઓછા પાણીએ બમણી આવક મેળવી રહ્યો છે. “કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે”, એક સમયે વર્ષમાં ફક્ત એકજ વખત એટલે કે ચોમાસા આધારિત ખેતી કરતા આદિવાસી સમાજમાંથી આવતા વ્યારા તાલુકાના મદાવ ગામના યુવા ખેડૂત એવા કૌશિકભાઈ ગામીત આજે બારેમાસ ખેતી કરતા થઈ ગયા છે, તેમને પોતાની સૂઝબૂઝ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનિકોના માર્ગદર્શન મેળવીને સરળ રીતે ખેતી કરી વર્ષે સારીએવી આવક મેળવી રહ્યો છે.

પોતાની આઠ વિઘા જમીનમાં કૌશિકભાઈ એ પોતાની સૂઝબૂઝથી ખેતી કરી ઓછા ખર્ચે ઓછા પાણીએ અને સોલાર વડે પોતાનું પાવર હાઉસ ઉભું કરી મરજી મુજબ વીજળીનો ઉપયોગ કરી બારેમાસ ખેતી કરી રહ્યા છે, બીજું કે તેમણે મરચિંગ પદ્ધતિ અપનાવી છે, એટલેકે બે ખેતપાક વચ્ચેના સેઢામાં ખેતપેદાશોનો જ કચરો નાખીને ભેજ સંગ્રહ કરવાની સાથે આ પદ્ધતિ થી નિંદામણ ઓછું આવે અને લાંબા ગાળે આ કચરો ખાતર તરીકે પણ વાપરી શકે છે, બીજું તેમણે ડ્રિપ ઇરીગેશન અપનાવ્યું છે, આ રીતમાં નિંદામણ ઓછું આવવાની સાથે પાણી અને મજૂરી ખર્ચની બચત થાય છે, જેથી તેમને નજીવા ખર્ચે તેમને સારોએવો ફાયદો ખેતીમાં થાય છે, તેમણે પોતાના ખેતરમાં સોલાર લાઇટની પેનલ બેસાડી છે, જેને પગલે તેમને દિવસ દરમ્યાન 12 કલકથી વધુ સમય વીજળી મળી રહેતા મોટર થકી ગમેત્યારે ખેતરમાં પાણી પહોંચાડી શકે છે, એટલે વીજળીનો કકળાટ પણ રહેતો નથી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષણતો તેમના જેવા પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેડવવાની સાથે જમીન અને પાક સુધારણા અંગે સમયાંતરે માર્ગદર્શીત કરતા રહે છે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

આ પણ વાંચો : Tapi : જિલ્લો છેવાડાનો પણ શોખ અવ્વલ ! વ્યારાના યુવાન પાસે વિન્ટેજ સાઇકલથી લઈને લેટેસ્ટ સાઇકલ સુધીનું કલેક્શન

જ્યારે દિનપ્રતિદિન વીજળી, પાણી તથા ખેત મજૂરની સમસ્યા ખેડૂતોને સતાવે છે, ત્યારે કૌશિકભાઈ જેવા ખેડૂતો એ અપનાવશે ખેત પદ્ધતિ બધી રીતે ખેડૂતોને ફાયદાકારક નીવડી રહી છે, અને આ ખેડૂતનું પણ કહેવું છે કે અન્ય ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવે તો ઓછા ખર્ચે સારી એવી આવક મેળવી શકે તેમ છે.

Input Credit-  Nirav Kansara- Tapi

 તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">