રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર આપવામાં સુરત રેલવે સ્ટેશન દેશમાં પાંચમા નંબરે

IRCTC અનુસાર સુરત રેલવે સ્ટેશન ભોજન પુરવઠાની બાબતમાં ટોપ 10માં છે. રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર આપવામાં સુરત રેલવે સ્ટેશન દેશમાં પાંચમા નંબરે હોવાનું નોંધાયુ છે. મધ્યપ્રદેશનું ઈટારસી રેલવે સ્ટેશન પ્રથમ નંબરે છે.

રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર આપવામાં સુરત રેલવે સ્ટેશન દેશમાં પાંચમા નંબરે
Surat railway station ranks fifth in the country in online food ordering in railways (Symbolic Image)
| Edited By: | Updated on: Mar 22, 2022 | 2:57 PM

સુરત (Surat) શહેર આમ તો ખાણીપીણી માટે જાણીતું છે. જેના પરથી એક કહેવત પણ પ્રખ્યાત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આ કહેવત વધુ એક વખત સાચી પડતી હોય તેવું એક અભ્યાસ પરથી કહી શકાય. IRCTCના અભ્યાસ (Study Report)માં એક રસપ્રદ વાત સામે આવી છે. જેમાં સુરત દેશનું પાંચમું રેલવે સ્ટેશન (Railway station) બન્યું છે, જ્યાં મોટાભાગના મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર (online food Order) કરે છે. સુરત રેલવે સ્ટેશન પર દરરોજ 250 ટ્રેનો રોકાય છે, અહીં 1 લાખ મુસાફરોની અવરજવર હોય છે. જ્યાં પ્રમાણમાં મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોય છે.

IRCTC અનુસાર સુરત રેલવે સ્ટેશન ભોજન પુરવઠાની બાબતમાં ટોપ 10માં છે. રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર આપવામાં સુરત રેલવે સ્ટેશન દેશમાં પાંચમા નંબરે હોવાનું નોંધાયુ છે. મધ્યપ્રદેશનું ઈટારસી રેલવે સ્ટેશન પ્રથમ નંબરે છે. મહારાષ્ટ્રનું નાગપુર સ્ટેશન બીજા નંબર પર છે, જ્યાંથી દર મહિને 17 હજાર મીલ(ફૂડ) સપ્લાય થાય છે. તે પછી ત્રીજા નંબર પર ભોપાલ રેલવે સ્ટેશન છે, જ્યાં 16 હજાર અને વિજયવાડા સ્ટેશન ચોથા નંબર પર છે, જ્યાં દર મહિને 15800 મીલ સપ્લાય થાય છે.

પાંચમા નંબરના સુરત સ્ટેશન પર દર મહિને 14,800 મીલ સપ્લાય થાય છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા રેલવે સ્ટેશન ટોપ-5માં પણ નથી. નંબર વન ઈટારસીમાં દેશના તમામ ભાગોમાં જતી ટ્રેનો માટે થોભે છે. સુરતમાં દરરોજ 250 ટ્રેનો રોકાય છે. અહીંથી દરરોજ એક લાખ મુસાફરો પસાર થાય છે. તેથી, દિલ્હી-મુંબઈ જેવા સ્ટેશનો પાછળના મીલ સપ્લાયના સંદર્ભમાં ભુસાવલ રેલ્વે સ્ટેશન છઠ્ઠા નંબરે છે, જ્યાં દર મહિને લગભગ 12200 લોકો ઑનલાઈન ભોજનનો ઓર્ડર આપે છે. તે પછી રતલામ 12,000, બરોડા 11,700, ઝાંસી 11,400નો નંબર આવે છે. અમદાવાદ 11,000 મીલ સાથે દસમા નંબરે છે.

રેલવે અભ્યાસ મુજબ મોટાભાગની ટ્રેનો ક્યાં તો દિલ્હી-મુંબઈ જેવા સ્ટેશનોથી શરૂ થાય છે અથવા સમાપ્ત થાય છે. જ્યારે જ્યાંથી ટ્રેન પસાર થાય છે ત્યાંથી વધુ ઓર્ડર મળે છે.

આ પણ વાંચો- LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું