LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

તેલ કંપનીઓએ આજે ​​137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. 4 નવેમ્બર પછી તેલની કિંમતોમાં આ પ્રથમ વધારો છે.

LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ - ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત
LPG Cylinder Price Hike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:37 AM

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ(Russia-Ukraine War)ને કારણે ક્રૂડ ઓઇલ(Crude Oil)ની કિંમતોમાં થયેલા વધારાની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલ પછી સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ મંગળવારે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder) ના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં મંગળવારથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. 6 ઓક્ટોબર, 2021 પછી આ પ્રથમ વધારો છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કર્યો હતો.

તેલ કંપનીઓએ આજે ​​137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. 4 નવેમ્બર પછી તેલની કિંમતોમાં આ પ્રથમ વધારો છે.

સબસિડી વગરનો 14.2 કિલોનો ગેસ સિલિન્ડર 5 મહિના પછી 50 રૂપિયા મોંઘો થયો છે

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 5 મહિના બાદ 14.2 કિલો સબસિડીવગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર 949.5 રૂપિયા થઈ ગયો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ.976 અને મુંબઇમાં રૂ.949.50 છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે રૂ. 965.50 છે. લખનૌમાં ઘરેલુ એલપીજીની કિંમત વધીને 987.50 રૂપિયા થઈ ગઈ છે.

ભાવ વધારાના અગાઉથી મળ્યા હતા સંકેત

દર મહિનાની પહેલી તારીખે LPG Cylinder ના નવા ભાવ જાહેર થાય છે પણ ક્યારેક મહિનાના વચ્ચેના દિવસોમાં પણ ભાવ વધારાય છે. ક્રૂડના ભાવ જે પ્રકારે આસમાને પહોંચય હતા તે જોતા દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા સાથે LPG ના ભાવ વધવાનું પણ લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું હતું. સૂત્રો અનુસાર યુપી સહીત 5રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓના કારણે સરકારે ક્રૂડના ભાવ વધારા છતાં પેટ્રોલ – ડીઝલ અને એલપીજીમાં ભાવ વધાર્યા ન હતા જોકે હવે ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાવ વધારાની શરૂઆત થઇ હોવાનું માનવામાં આવે છે.

આ રીતે LPG ની લેટેસ્ટ કિંમત જાણો

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે રાજ્યની તેલ કંપની IOCની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત જાણી શકો છો.

આ પણ વાંચો : Ruchi Soya FPO: પ્રાઇસ બેન્ડની જાહેરાત સાથે રોકાણકારોએ વેચાણ શરૂ કર્યું, સ્ટોક 805 રૂપિયા સુધી ગગડ્યો

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

g clip-path="url(#clip0_868_265)">