Surat : બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહી છે ઘૂંટણની સમસ્યા, સિવિલમાં રોજના સરેરાશ 20 દર્દી

સિવિલ (Civil )હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો જણાવે છે કે ઘૂંટણની ઇજા, ઘૂંટણ પર વધુ તાણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઉભા રહેવું, સ્નાયુઓ નબળા પડવાથી થાય છે.

Surat : બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહી છે ઘૂંટણની સમસ્યા, સિવિલમાં રોજના સરેરાશ 20 દર્દી
New Civil Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:46 AM

વૃદ્ધોની(Elder ) વાત તો દૂર, હવે તો 25થી 40 વર્ષના યુવાનો પણ ઘૂંટણના(Knees ) દુખાવાથી પરેશાન છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ(Civil ) હોસ્પિટલમાં  દરરોજ 15 થી 20 દર્દીઓ સારવાર માટે આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ હવે તો ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે. તેમના ઘૂંટણમાંદુખાવો ઇજાગ્રસ્ત દર્દીઓ કરતાં અલગ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઘૂંટણના દુખાવાને આર્થરાઈટિસ તરીકે ઓળખે છે, જ્યારે ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેની સારવાર પણ અલગ છે. ખાસ વાત એ છે કે ઘૂંટણના દર્દના દર્દીઓમાં સૌથી સામાન્ય બાબત એ છે કે તેમનો બોડી માસ ઈન્ડેક્સ ખરાબ થઈ રહ્યો છે. ડૉક્ટર્સ કહે છે કે બધું જીવનશૈલી પર નિર્ભર કરે છે. એટલે કે જીવનની ખોટી આદતોના કારણે આ બીમારી વધી રહી છે. બગડતા બોડી માસ ઇન્ડેક્સ સાંધાઓને અસર કરે છે.

40 વર્ષની ઉંમર પછી વધુ સમસ્યાઓ

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો જણાવે છે કે ઘૂંટણની ઇજા, ઘૂંટણ પર વધુ તાણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઉભા રહેવું, સ્નાયુઓ નબળા પડવાથી થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના હોય ત્યારે હાડકાં ઘસાઈ જાય છે અથવા નબળા પડી જાય છે. આ દરમિયાન ધ્યાન આપવું જરૂરી છે. લોકોની જીવનશૈલી ખરાબ થઈ ગઈ છે. આ સમસ્યા શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે.આ ઉંમરે  કેલરી બર્ન કરવી મહત્વપૂર્ણ છે. ઘણા કલાકો સુધી સતત એક જ સ્થિતિમાં બેસવું જોઈએ નહીં. આજે આ જ કારણથી યુવાનોમાં આવી સમસ્યા ઝડપથી વધી રહી છે.

સારવારથી રાહત મળશે

  1. તમારું વજન તમારી ઉંમર, ઊંચાઈ અને શારીરિક દેખાવને અનુરૂપ રાખવું.
  2. શરીર પર વધુ ચરબી જમા ન થવા દો.
  3. IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
    હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
    જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
    IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
    આજનું રાશિફળ તારીખ : 24-04-2024
    લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
  4. સરેરાશ દોઢ કલાક સુધી સતત ઊભા રહ્યા પછી, ઘૂંટણને 5-10 મિનિટ આરામ આપો.
  5. ઓર્થોપેડિક ડૉક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલી કસરતો કરવી ફાયદાકારક છે.
  6. આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોઈએ.

આ પણ વાંચો :

Surat : લાલચે લીધો જીવ : ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા ગયેલા બે ના મોત

ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">