Surat : લાલચે લીધો જીવ : ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા ગયેલા બે ના મોત
ઘટનાનો કોલ મળતા જ નવસારી બજાર ફાયર સ્ટેશન અને ઘાંચી શેરી ફાયરની ટિમ તાત્ત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને દોરડા બાંધીને ગટરમાં ઉતરેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. બહાર કાઢતા તેઓ બંને બેભાન હાલતમાં હતા.
સુરતમાં (Surat ) ગટરમાં ઉતરેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ગુરુવારે વહેલી સવારની આ ઘટના છે, જેમાં ગટર માં ઉતરેલા બે વ્યક્તિઓના ગેસ ગૂંગળામણ(Suffocation ) કારણે મોત નિપજ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના અંબાજી રોડ વિસ્તારમાં મહાલક્ષ્મીના ખાંચા પાસે એક મહોલ્લામાં ઘર નજીકે આવેલી ગટરમાં બે વ્યક્તિઓ ઉતર્યા હતા. વધુમાં મળતી માહિતી પ્રમાણે બને યુવાનો ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા માટે ઉતર્યા હતા. બંને પાલિકાના સફાઈ કર્મચારીઓ કે કોન્ટ્રાકટર ના માણસો પણ નહીં હતા.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બંને વ્યક્તિઓ અજાણી હતી. અહીં નજીકમાં સોનાના ઘરેણાં બનાવવાના કારખાનાઓ આવેલા છે. જેમાંથી નીકળતો સોનાનો વેસ્ટ અને ડાયમંડ જેવી કિંમતી વસ્તુઓ ઘણીવાર ગટરમાં જતી હોય છે. તે શોધવાની લાલચમાં આ બંને વ્યક્તિઓ ગટરમાં ઉતર્યા હતા. જોકે સ્થાનિકોને આ વાતની જાણ થતા તેઓએ ફાયર વિભાગને ફોન કર્યા હતા.
ઘટનાનો કોલ મળતા જ નવસારી બજાર ફાયર સ્ટેશન અને ઘાંચી શેરી ફાયરની ટિમ તાત્ત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને દોરડા બાંધીને ગટરમાં ઉતરેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. બહાર કાઢતા તેઓ બંને બેભાન હાલતમાં હતા. જેથી તેઓને તુરંત જ સારવાર માટે 108 ની મદદથી સ્મીમેર હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 30 થી 40 વર્ષની ઉંમર ધરાવતા બે અજાણ્યા વ્યક્તિઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ગેસ ગૂંગળામણની અસર વધારે હોવાના કારણે તેઓનું મોત નીપજ્યું છે. અત્યારસુધી આ વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ થઇ શકી નથી. જો કે ગટરમાં સોનાનો વેસ્ટ પાઉડર જે ગટર મારફતે નીકળતો હોય છે, તેની અસર તેમને થઇ હતી. આમ, લાલચ માં બને યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :
Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો
Surat : ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ બંધ અને ટીટીડીએસનો અમલ નહીં થતાં સુરતમાં નવી ટેક્સ્ટાઇલ ફેક્ટરીઓનાં કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-