UPSC Civil Services 2021: UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું ટાઈમ-ટેબલ થયું જાહેર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC CSE મેઈન્સ 2021 પાસ કરનારા ઉમેદવારો માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ શેડ્યૂલ બહાર પાડ્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021 પાસ કરનાર ઉમેદવારોએ 5 એપ્રિલ 2022થી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.

UPSC Civil Services 2021: UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું ટાઈમ-ટેબલ થયું જાહેર
પતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 11:32 AM

UPSC Civil Services 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ UPSC CSE મેઈન્સ 2021 પાસ કરનારા ઉમેદવારો માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ શેડ્યૂલ (UPSC Interview Schedule 2021) બહાર પાડ્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021 પાસ કરનાર ઉમેદવારોએ 5 એપ્રિલ 2022થી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. UPSCએ સત્તાવાર નોટિસ જાહેર કરી હતી, જેમાં ઇન્ટરવ્યુ સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે. નોટિસ જોવા માટે વ્યક્તિએ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે. નોટિસ અનુસાર “યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 17 માર્ચ 2022ના રોજ જાહેર કરાયેલ સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021ના પરિણામોના આધારે કમિશને સિવિલ સર્વિસિસની વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યૂ) લેવાનું નક્કી કર્યું છે.

UPSC સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા 2021ના ​​પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. UPSCએ 17 માર્ચ 2022ના રોજ UPSC CSE મેઈન્સ પરિણામ 2021 જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ હાજરી આપી હતી. પરીક્ષા કોરોના દરમિયાન લેવામાં આવી હતી. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો હવે વ્યક્તિત્વ કસોટી અથવા ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે હાજર રહેશે જે 5 એપ્રિલથી 26 મે દરમિયાન હાથ ધરવામાં આવશે.

UPSCએ કહ્યું છે કે, વ્યક્તિત્વ પરીક્ષણ માટેના ઈ-સમન લેટર્સ ટૂંક સમયમાં UPSCની સત્તાવાર વેબસાઇટ અથવા upsconline.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કમિશન UPSC CSE 2021 ઇન્ટરવ્યૂ માટે બહારના વિદ્યાર્થીઓની મુસાફરી માટેની રકમ પણ ભરપાઈ કરશે. આ ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ઉમેદવારોએ તમામ માહિતી સારી રીતે વાંચવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

g clip-path="url(#clip0_868_265)">