AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ત્રણ મોબાઈલ ચોરે પોલીસને ભાવુક કરતાં કહ્યું ” સાહેબ બેરોજગારીમાં ગુનાના માર્ગે વળ્યાં છે”, તપાસમાં હિસ્ટ્રીશીટર નીકળ્યાં !

શહેર પોલીસને પાંચ વર્ષ અનડિટેક્ટ 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે. ગુનામાં ત્રણ રીઢા ચોરને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. લસકાણાના ડાયમંડ નગર ખાતેથી આ ત્રણેયેને પોલીસે ઝડપી પાડ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ત્રણ મોબાઈલ ચોરે પોલીસને ભાવુક કરતાં કહ્યું  સાહેબ બેરોજગારીમાં ગુનાના માર્ગે વળ્યાં છે, તપાસમાં હિસ્ટ્રીશીટર  નીકળ્યાં !
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 04, 2023 | 10:35 AM
Share

શહેર પોલીસને પાંચ વર્ષ અનડિટેક્ટ 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે. ગુનામાં ત્રણ રીઢા ચોરને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. લસકાણાના ડાયમંડ નગર ખાતેથી આ ત્રણેયેને પોલીસે ઝડપી પાડ્યા છે.

શું સાચે બેરોજગારીના કારણે ગુનાના માર્ગે વળ્યાં?

ધરપકડ કરાયેલા આરોપી બલરામશીંગ શંકરસિંગ નિશાદ,લાલીસિંગ લાખનસિંગ અને અરવિંદ કૈલાશ નિશાદની ધરપકડ બાદ પોલીસે અન્ય ડીટેક્ટ ગુનાઓમાં તેમની સંડોવણી અને હકીકત મેળવવાનો પ્રયાસ શરુ કર્યો છે.આરોપીઓએ પૂછપરછમાં ગુનાખોરી પાછળ વળવાનું મુખ્ય કારણ બેકારી હોવાનું પોલીસને જણાવ્યું છે. સૂત્રો અનુસાર કામ ધંધો ન મળતો હોવાથી બંધ દુકાનોને નિશાન બનાવતા હતા અને ચોરીના ગુના આચરતા હતા.

24નવેમ્બરે લસકાનાની ફર્નિચરની બંધ દુકાનને નિશાન બનાવી મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરી હતી. આ બાદ કતારગામની સરસિયા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી પણ રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સરથાણા,કાપોદ્રા અને કતારગામ પોલીસ મથકના ત્રણ ગુના ઉકેલાયા છે.

તસ્કરોનો ગુનાહિત ભૂતકાળ નીકળ્યો

ઝડપાયેલ તસ્કર ત્રિપુટી પૈકી ઝડપાયેલા આરોપી બલરામસિંગ અગાઉ 6 ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપી અરવિંદ ઉર્ફે ચીંનટુની પણ અગાઉ ચાર ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોબાઈલ સહિત રોકડ રકમ કરી જપ્ત કરી છે.ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓ દિવસ દરમ્યાન દુકાનોની રેકી કરતા હતા અને માત્ર મોબાઈલ ફોન અને ફર્નિચરની દુકાનોને નિશાન બનાવતા હતા. રેકી કર્યા બાદ રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા

ચોરી કર્યા બાદ મુદ્દામાલ ની સરખા ભાગે વહેંચણી કરી લેતાં હતા. આ માલ વગે કરવાની પેરવી દરમિયાન ક્રાઇમ બ્રાંચને માહિતી મળી જતા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

તસ્કરોની થિયરી કેટલી વિશ્વસપાત્ર ?

બેરોજગારીના કારણે ગુનાના માર્ગે વળેલા તસ્કરની થિયરી કેટલી વિશ્વાસપાત્ર તે હવે પ્રશ્ન ઉઠ્યો છે. તકલીફમાં ગુનાના માર્ગે વળેલોયુવાન હિસ્ટ્રીશીટર કેવીરીતે બન્યો અને તે એકજ મોડ ઓપરેન્ડીથી ચોરી કરવા લાગ્યા આ તમામ પ્રશ્નો આમતો સીધા ગળે ઉતરે તેવા નથી. પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી, જાણો વિગતવાર માહિતી વિડીયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">