Surat: નિષ્ણાંતોની સુરત પ્રશાસનને ટકોર, જો સતત માઈક્રો મોનિટરીંગ થશે તો જ પ્રદુષણ નિયંત્રિત કરી શકાશે

|

May 01, 2022 | 2:21 PM

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે હવાના પ્રદુષણની (Pollution) વાતો થાય છે, ત્યારે મોટાભાગે ઉદ્યોગો પર આક્ષેપ લગાવવામાં આવે છે. પરંતુ હવાના પ્રદુષણ (Air Pollution) માટે સૌથી વધુ જવાબદાર કોઇ હોય તો તે વાહનો અને રોડ – રસ્તા ઉપર ઉડતી ધુળની ડમરીઓ છે.

Surat: નિષ્ણાંતોની સુરત પ્રશાસનને ટકોર, જો સતત માઈક્રો મોનિટરીંગ થશે તો જ પ્રદુષણ નિયંત્રિત કરી શકાશે
File Photo

Follow us on

Surat Pollution: આજે સુરત શહેરમાં (Surat) ચેમ્બર દ્વારા શહેરી હવાની ગુણવત્તા (Air Quality) સુધારવા માટે રોલ ઓફ ઈન્ડીજિનીયસ એન્ડ ઈનોવેટીવ ટેક્નોલોજીસ ઈન અર્બન એર કવોલિટી મેનેજમેન્ટ વિષય ઉપર મહત્વનું સેશન યોજાયું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે IIT દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે,(Mukesh Khare)  સિનિયર રિસર્ચ ફેલો સચિન ધવન અને એસોસિએટ પ્રોફેસર ડો. શ્રી હર્ષા કોટાએ માર્ગદર્શન આપ્યુ હતું.

ઉદ્યોગો પર આક્ષેપ શા માટે?

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે હવાના પ્રદુષણની (Pollution) વાતો થાય છે, ત્યારે મોટાભાગે ઉદ્યોગો પર આક્ષેપ લગાવવામાં આવે છે. પરંતુ હવાના પ્રદુષણ (Air Pollution) માટે સૌથી વધુ જવાબદાર કોઇ હોય તો તે વાહનો અને રોડ – રસ્તા ઉપર ઉડતી ધુળની ડમરીઓ છે. ઉદ્યોગોને માત્ર સોફટ ટાર્ગેટ કરવામાં આવે છે અને એને કારણે ઉદ્યોગો ઉપર દબાણ નાખી તેનો વિકાસ અટકે એવી પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. સાથે જ તેણે કહ્યું કે ઉદ્યોગોને પણ હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે દરેક લોકોએ પોતાની જવાબદારી સમજવી પડશે.

એર મોનિટરીંગ સિસ્ટમ લગાવવી પડશે: નિષ્ણાંત

IIT દિલ્હીના (Delhi) પ્રોફેસર અને નિષ્ણાંત મુકેશ ખરેએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં 474 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણ ઔદ્યોગિક વિસ્તારમાં થતું હોવાનું જોવા મળ્યું છે. આથી આ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સુરતમાં સૌપ્રથમ મોનિટરીંગ કરવું પડશે. પ્રદુષણની માત્રા જાણવા માટે જુદા–જુદા સાધનો શોધાયા છે, જે પ્રદુષણની માત્રાને મોનિટરીંગ કરે છે. કયા સમયે અને કેટલી માત્રામાં પ્રદુષણ થાય છે તે બાબત જાણવા માટે ઓછામાં ઓછા 16 જેટલા સ્થળે એર મોનિટરીંગ (Air Monitoring) સિસ્ટમ લગાવવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના પગલા જરૂરી

વધુમાં તેણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની ઉચ્ચતર આવિષ્કાર યોજના અંતર્ગત GPCBને (Gujarat Pollution Control board) ફાળવવામાં આવતા ફંડની મદદથી સુરતમાં સેન્સર બેઈઝ હાઈબ્રીડ એર ક્વોલિટી મોનિટરીંગ નેટવર્ક ગોઠવી શકાય છે. જેથી કરીને ચોકકસપણે કયા સમયે કેટલી માત્રામાં પ્રદુષણ થાય છે તે જાણી શકાય અને તેને આધારે જ પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે મદદ થશે. ડિસિઝન મેકીંગ સિસ્ટમ ફોરકાસ્ટીંગ કરે છે અને તેના આધારે મોનિટરીંગ કરીને ભવિષ્યમાં પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના પગલા લઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે IIT દિલ્હીના એસોસિએટ પ્રોફેસર ડો. શ્રી હર્ષા કોટાએ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે એકશન પ્લાન વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જ્યારે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર યુ લિયા ઈએ સિંગાપોરમાં એર કવોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ તથા એર પોલ્યુશનને નિયંત્રિત કરવા માટેની એકટીવિટી વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી વધારે પ્રદુષિત 100 શહેરોમાં સુરતનો 78મા ક્રમે સમાવેશ થાય છે. આથી પ્રદુષણને અટકાવવા માટે દરેક શહેરીજનોએ પોતાની જવાબદારી સમજવી પડશે.

 

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ

આ પણ વાંચો :  Surat: એક તરફ ભર ઉનાળામાં પાણીની સમસ્યા, બીજી તરફ શાંતિકુંજ ગાર્ડનને તળાવમાં ફેરવવાની તૈયારીમાં પાણીનો બેફામ બગાડ

Published On - 2:15 pm, Sun, 1 May 22

Next Article