AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: એક તરફ ભર ઉનાળામાં પાણીની સમસ્યા, બીજી તરફ શાંતિકુંજ ગાર્ડનને તળાવમાં ફેરવવાની તૈયારીમાં પાણીનો બેફામ બગાડ

આંજણા ખાતે આવેલ આ ગાર્ડનમાં (Garden) પાણીનો બેફામ બગાડ જોવા મળી રહ્યો છે. સફાઈ કર્મચારીઓ દ્વારા પાણી છાંટવાના નામે આખે આખા શાંતિવનને જ જાણે પાણીમાં ગરકાવ કરવાનો અભરખો જાગ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.

Surat: એક તરફ ભર ઉનાળામાં પાણીની સમસ્યા, બીજી તરફ શાંતિકુંજ ગાર્ડનને તળાવમાં ફેરવવાની તૈયારીમાં પાણીનો બેફામ બગાડ
Surat Excessive water wasted in transformation of Shantikunj Garden into lake amid ongoing water crises in summer
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 12:09 PM
Share

સુરતના (Surat) લિંબાયતના આંજણા ફાર્મ ખાતે આવેલ શાંતિકુંજ ગાર્ડનને (Shantikunj Garden) તળાવમાં ફેરવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભર ઉનાળામાં (Summer 2022) એક તરફ શહેર આખામાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આંજણા ખાતે આવેલ આ ગાર્ડનમાં પાણીનો બેફામ બગાડ જોવા મળી રહ્યો છે. સફાઈ કર્મચારીઓ દ્વારા પાણી છાંટવાના નામે આખે આખા શાંતિવનને જ જાણે પાણીમાં ગરકાવ કરવાનો અભરખો જાગ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિને પગલે આસપાસના વડીલો અને બાળકો માટે બનાવવામાં આવેલ આ શાંતિકુંજ હવે તરણકુંડની ગરજ સારે તો નવાઈ નહીં.

સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે શહેરભરમાં ઠેર-ઠેર ગાર્ડન અને શાંતિકુંજ બનાવવામાં આવ્યા છે. જેમાં વહેલી સવારે અને સાંજે આસપાસના વડીલો અને બાળકોને હરવા-ફરવા સાથે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને કસરતના સાધનો પણ મુકવામાં આવે છે. જો કે મોટા ભાગના ગાર્ડન અને શાંતિકુંજમાં સફાઈ જાળવણી અને વ્યવસ્થાના અભાવ જોવા મળતો હોય છે. આવો જ એક કિસ્સો લિંબાયત ઝોનમાં આંજણા ફાર્મ પાસે આવેલા શાંતિકુંજમાં જોવા મળી રહ્યો છે. અહિંયા ફુલ-ઝાડને પાણી છાંટવાને બદલે આખે આખા શાંતિકુંજને પાણી પાણી કરી નાખવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ થવા પામ્યું નથી.

તરણકુંડની બાજુમાં જ આવેલા આ શાંતિકુંજમાં સફાઈના અભાવને પગલે આમ પણ મોટાભાગના નાગરિકો માટે આ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ શાંતિકુંજ હાલ જાળવણીના અભાવે લોકોના સુખાકારી કરતાં સમસ્યામાં વધારો કરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાને કારણે મચ્છરોના ઉપદ્રવની ફરિયાદ પણ ઉઠવા પામી છે તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. આજે પણ સવારે રાબેતા મુજબ સફાઈ કર્મચારીઓ દ્વારા પાણીનો નળ ચાલુ રાખવાને કારણે આખું શાંતિકુંજ જ તળાવમાં પરિવર્તિત થઈ ચુક્યું હતું. આ સ્થિતિમાં અહિંયા કોઈ બેસવા તો ઠીક પણ નજર સુદ્ધા કરવા આવે તેવી સ્થિતિ નથી. કસરતના સાધનોથી માંડીને બાકડા જ્યાં મુકવામાં આવ્યા છે ત્યાં કાદવ-કિચડને પગલે લોકો માટે હવે આ શાંતિકુંજ આશીર્વાદ કરતાં અભિશાપ સાબિત થઈ રહ્યું છે.

તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરાશેઃ ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ

આ સંદર્ભે ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ એસ. જે. ગૌતમે વધુમાં કહ્યું હતું કે આ પ્રકારની ગંભીર લાપરવાહીની સંદર્ભે યોગ્ય તપાસ કરવામાં આવશે અને તેમાં જવાબદાર કર્મચારી વિરૂદ્ધ સખ્ત પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">