Surat : ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની જૈન બંધુઓએ હર્ષભેર ઉજવણી કરી

|

Apr 14, 2022 | 1:25 PM

તારીખ 14 એપ્રિલ, ગુરુવારના રોજ તીર્થંકર મહાવીર સ્વામીનો (Lord Mahavira Swami) જન્મદીન આવે છે. જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી રહી છે.

Surat : ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની જૈન બંધુઓએ હર્ષભેર ઉજવણી કરી
Surat: Celebration of the birth anniversary of Lord Mahavir Swami

Follow us on

SURAT શહેરની જાણીતી સેવા સંસ્થા પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના (Lord Mahavira Swami) જન્મકલ્યાણ નિમિત્તે આજે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મહાવીર સ્વામીના જન્મકલ્યાણ (Birth anniversary of Mahavir Swami)સહિત પૂ. પદ્મદર્શનજી મ.સા.નો તથા સંસ્થાના કર્મઠ સેવાભાવી વજુભાઈ પારેખનો પણ તા.14 ના રોજ જન્મદિવસ હોવાથી લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સાથે ત્રિકમનગર અને ખાડી મહોલ્લા સહિતના વિસ્તારોમાં બાળકોને બુંદી ગાંઠીયાનો નાસ્તો કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી અવિતરત સુરત શહેર અને ગુજરાત સહિત પાડોશી રાજયોમાં સેવાકાર્યો કરાયા હતા.

આ સમારોહ બાબતે યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિરવ શાહએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર જેટલા વર્ષોથી આ દિવસની ઉજવણીમાં સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવે છે. જેમાં હજારો યુવક, યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે, મંડપો બાંધવામાં આવે છે, ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનોથી વાતાવરણ સુમધુર થઈ જતું હોય છે. ધ્વજા પતાકા લહેરાતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રીક્ષા ચાલક, દ્વિ ચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને 1 લાખથી વધુ લાડુના વિતરણ દ્વારા “મ્હો મીઠું” કરાવવામાં આવ્યું હતુ.

આ વર્ષે તારીખ 14 એપ્રિલ, ગુરુવારના રોજ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મદીન આવે છે. જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય પણ ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવે છે. સત્ય, કરુણા, અહિંસા, જીવદયા, ક્ષમા અને અપરિગ્રહ જેવા તત્વો પર આધારિત જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદીનની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ -સામાજીક સંસ્થાના અગ્રણીઓ સહિત જૈન ભાઈઓ અને બહેનો પણ હર્ષોલ્લાસભેર ભાગ લે છે તથા વિવિધ વ્યાપરી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પણ આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આ પણ વાંચો :યુવતીએ મેટ્રો સ્ટેશનની છત પરથી લગાવ્યો કૂદકો, CISF-પોલીસે આ રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

આ પણ વાંચો :જામનગરમાં ATM મશીનમાંથી નાણા કાઢી લેવાનો નવતર કિમીયો : બે પરપ્રાંતીય શખ્સો પકડાયા

Next Article