Gujarati NewsGujaratSuratSurat Accident: Sports Bike Crash Near Bhulkaa Vihar School Leaves 3 Injured
Surat Accident CCTV : ધૂમ સ્ટાઈલમાં બાઇક આવી અને કાર સાથે અથડાઈ, પછી થયો આવો હાલ, જુઓ Video
સુરતના અડાજણમાં કાર સાથે બાઈક પુર ઝડપે અથડાઈ હોવાની ઘટના બની છે. ભૂલકા ભવન પાસે મધ્ય રાત્રીનો બનાવ બન્યો હતો. કાર સાથે બાઈક અથડાતા બાઈકનો ભુક્કો થયો. ત્રણ સવારી કરતા બાઈક ચાલકો ઈજાગ્રસ્ત.
Follow us on
સુરતમાં અડાજણની ભૂલકા વિહાર શાળા પાસે અકસ્માતની ઘટના બની હતી. પૂર ઝડપે સ્પોર્ટ્સ બાઇક કાર સાથે અથડાઇ. યુ ટર્ન લેતી કાર સાથે પૂર ઝડપે આવતી સ્પોર્ટ્સ બાઇક અથડાઇ. બાઇક સવાર ત્રણેય યુવકોને ગંભીર રીતે ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું.
ઘટના બાદ તાત્કાલિક યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં બાઇકનું કચ્ચરઘાણ નીકળ્યું. સમગ્ર મામલે અડાજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બાઇક ચાલકનું નામ અંતિમ ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. બાઇક ચાલકના શરીર પર 22 જેટલા ટાંકા આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. અન્ય 2 મિત્રોને સામાન્ય ઇજા પહોંચી હતી. બાઇક તેમની નહોતી તેવી પણ માહિતી પરિજનો તરફથી જાણવા મળી છે.