AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : 1 કરોડના ડ્રગ્સના આરોપીને UPમાં પોલીસે વેશ બદલી દરગાહ બહારથી ઝડપી લીધો

સુરતમાં અઠવાડિયા પહેલા એક કરોડનાં 1 કિલો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીઓ મુંબઈ થઈ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. આરોપી વેશ પલટો કરી લેતા એસઓજીએ પણ વેશ બદલી આખી રાત દરગાહની બહાર બેસી રહી ઓપરેશન પાર પાડ્યું. આખરે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડતા ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ ફેલાયો છે.

સુરત : 1 કરોડના ડ્રગ્સના આરોપીને UPમાં પોલીસે વેશ બદલી દરગાહ બહારથી ઝડપી લીધો
યુપીથી ઝડપ્યો આરોપી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 10, 2024 | 3:07 PM

સુરતના લાલગેટ વિસ્તારમાં અઠવાડિયા પહેલા એક કરોડનાં 1 કિલો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીઓ મુંબઈ થઈ યુપી ભાગી ગયા હતા. જ્યાં એસઓજીની ટીમ સતત તેમની પાછળ પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારે મોકો મળતા આરોપીને બારાબંકી પાસે રસુલાબાદમાં દેવાસરીફની દરગાહમાંથી વહેલી સવારે નમાઝ પડવા જતા ઝડપી પાડયો હતો.

લાલગેટ વિસ્તારમાં ગત 29 એપ્રિલના રોજ એસઓજીની ટીમે 1 કરોડની કિમતનું એક કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા અને લેનાર બંનેને પોલીસની ગંધ આવી જતા ભાગી ગયા હતા. બંને આરોપીઓને પકડવા માટે ક્રાઈમ જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સએ એસઓજીની ટીમને સૂચના આપતા એસઓજી પીઆઈ એ.પી. ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઈ એ.પી.જેબલિયાની ટીમ કામે લાગી હતી.

મુંબઈ થઈ યુપી પહોંચી પોલીસ

ટીમ દ્વારા આરોપીઓના ડેટા મેળવી લેવાયા હતા. આરોપી મુંબઈ ભાગી ગયાની માહિતી મળતા ટીમ મુંબઈ રવાના થઈ હતી. મુંબઈ પોંહચતા આરોપી ત્યાંથી નિકળી ઉત્તરપ્રદેશના ઉન્નાવ તરફ ભાગી ગયાનું જાણવા મળ્યું હતું. ટીમ મુંબઈથી નિકળી ઉન્નાવ પહોંચી હતી. પરંતુ આરોપી ત્યાંથી પણ નિકળી બારાબાંકી જિલ્લાના દેવા શરીફ ખાતે નાસી ગયાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

જેથી પોલીસે દેવા શરીફ દરગાહ ખાતેથી નમાઝ પડવા પહેલા આરોપી મોહમ્મદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ (રહે. અખાડા મહોલ્લા, રામપુરા લાલમિંયા મસ્જીદ પાસે, લાલગેટ, સુરત) તથા (હાલ રહે., નાનપુરા, દોટીવાળા બેકરીની પાછળ તથા મૂળ ઉન્નાવ, જી.લખનઉ, ઉત્તરપ્રદેશ)ને દબોચી લીધો હતો. આરોપી વેશ બદલીને ફરતો હતો.

પોલીસે મુસ્લિમ વિસ્તારમાં વેશ બદલ્યો

આરોપી મુંબઈથી ઉન્નાવમાં ગયો ત્યારે એસઓજીની ટીમ સતત તેની પાછળ હતી. જ્યાં ગીચ મુસ્લિમ વિસ્તાર હોવાથી તેને પકડવા માટે એસઓજીની ટીમે મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો. ત્યાં ત્રણેક દરગાહ હોવાથી આરોપી ત્યાં નમાઝ પડવા આવશે તેમ જાણી વોચ રાખી હતી. આરોપી ઉન્નાવથી રસુલાબાદ ગયો હોવાની માહિતી મળતા પોલીસ તેની પાછળ ગઈ હતી.

ત્યાંથી તે પરત આવશે તેવુ માનીને એસઓજીની ટીમ રસ્તામાં વચ્ચે ખેતરમાં રોકાઈ હતી. પરંતુ આરોપી બીજા રસ્તેથી રસૂલાબાદથી 120 કિલોમીટર દૂર દેવાસરીફ જતો રહ્યો હતો. બાદમાં એસઓજી ત્યાં પહોંચી અને આખી રાત દરગાહની બહાર બેસી રહ્યા હતા. જ્યાં વહેલી સવારે આરોપી નમાઝ માટે આવતા તેને પકડી લીધો હતો.

આરોપી મુંબઈથી મોટા જથ્થામાં ડ્રગ્સ લાવ્યો હતો

આરોપીની પુછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી પોતાના માણસો મારફતે મંગાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હોવાનુ જણાવ્યું છે. આરોપીની ઉડાણ પુર્વક પુછપરછ કરી મુંબઈ ખાતે રહી ડ્રગ્સનુ ડિસ્ટ્રીબ્યુશન કરતા આરોપીઓ બાબતે તથા સ્થાનિક લેવલે ડ્રગ્સની હેરાફેરી તથા વેચાણ કરતા પેડલરો, રીટેઈલરોને આઈડેન્ટીફાઈ કરી તેઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">