Surat :સફારી સૂટમાં આવી બે ભેજાબાજોએ BMWના શોરૂમમાં કરી લાખો રુપિયાની ચોરી, જુઓ CCTV

|

Dec 20, 2022 | 2:34 PM

સુરતના (Surat) ડુમસ રોડ ખાતે આવેલા મગદલ્લા સ્થિત BMW શોરૂમમાં ગત 30 નવેમ્બરના રોજ 2.73 લાખની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી થઈ હોવાની ઘટના બની છે. સફારી સૂટ અને ટોપી પહેરેલો આધેડ અને જીન્સ અને શર્ટ પહેરેલો અને જીન્સ અને શર્ટ પહેરેલો અંદાજે 25 વર્ષીય યુવાન શોરૂમમાં આવ્યા હતા.

Surat :સફારી સૂટમાં આવી બે ભેજાબાજોએ BMWના શોરૂમમાં કરી લાખો રુપિયાની ચોરી, જુઓ CCTV
સુરતમાં એક શોરુમમાં લાખોની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Follow us on

સુરતના મગદલ્લા ખાતે આવેલા BMW શોરૂમ માંથી એક 50 વર્ષ આસપાસની ઊંમરના વ્યક્તિએ ₹2.73 લાખ કપડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ વ્યક્તિએ પોતાની ઓળખ કેનેડિયન તરીકે આપી શોરૂમના કેશિયરનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં કેસનો નજર ચુકવી ચાલાકી પૂર્વક શોરૂમમાંથી 2.73 લાખ રૂપિયા કપડાવી રફુ ચક્કર થઈ ગયો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કેટલા અંગે શોરૂમના માલિકે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.

સફારી સૂટમાં સજ્જ થઇને આવેલા આધેડે કરી ચોરી

સુરતના ડુમસ રોડ ખાતે આવેલા મગદલ્લા સ્થિત BMW શોરૂમમાં ગત 30 નવેમ્બરના રોજ 2.73 લાખની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી થઈ હોવાની ઘટના બની છે. સફારી સૂટ અને ટોપી પહેરેલો આધેડ અને જીન્સ અને શર્ટ પહેરેલો અને જીન્સ અને શર્ટ પહેરેલો અંદાજે 25 વર્ષીય યુવાન શોરૂમમાં આવ્યા હતા. શોરૂમમાંથી આ જોડીએ લાખોના રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા. શોરૂમના કેશીયરને વિશ્વાસમાં લઈ તેનું ધ્યાન ભટકાવીને શોરૂમ માંથી લાખો રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

કેનેડીયન તરીકે ઓળખ આપી ચોરી

શો રૂમમાં આવેલા બંને જણાએ શોરૂમના એડવાઈઝર સની કંસારા પાસે કારની એસેસરીઝ બાબતે વાત કરી રહ્યા હતા. બાદમાં કેશીયર પૂનમ ધીરજલાલ સોલંકી પાસે ગયા હતા. જ્યાં સફારી સૂટ પહેરેલા આધેડે હું આઉટ ઓફ ઇન્ડિયાથી આવું છું. હું કેનેડામાં રહું છું. એમ કહી પર્સ ખોલીને બતાવ્યું હતું. તેણે કહ્યુ કે આ કેનેડિયન ચલણ છે. આ ચલણી નોટ કેનેડાની સૌથી ઊંચી ચલણી નોટ છે. તમારા ઇન્ડિયામાં સૌથી મોટી ચલણી નોટ કઈ છે ? જેથી પૂનમે કેશ કાઉન્ટર ખોલી તેમાંથી 2,000ની ચલણી નોટ બતાવતા આધેડે તેણીને કહ્યું કે, તમારી પાસે ચલણી નોટમાં 786 નંબર કે પછી IN લખેલું હોય તેવી નોટ હોય તો મને બતાવો. આટલું કહી તેઓ કેબિનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ કાઉન્ટર ખોલી લાવો હું ચલણી નોટ ચેક કરી લઉં એમ કહી ચાલાકી પૂર્વક 2000 રૂપિયાની 98 અને 500ના દરની 155 નોટ લઇ કુલ ₹2,73,500ની મતા કપડાવીને રફુ ચક્કર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

કેનેડિયાની ઓળખ આપનાર સફારી સૂટમાં BMWના શોરૂમમાં આવી રૂપિયાની લૂંટ કરનાર આરોપીઓ શોરૂમના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સફારી શૂટમાં ટોપી પહેરેલો વ્યક્તિ કેશીયર પૂનમ સોલંકી પાસે આવીને તેને વાતમાં રાખીને રૂપિયાની કપડાંથી કરતો જણાઇ આવે છે. બંને ભેજા બાદ ખેલ કરી ગયા બાદ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા. બાદમાં પૂનમને શંકા જતા તાત્કાલિક તેણે સહકારીઓને જાણ કરી બંને ભેગા બાજુની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ક્યાંય તેમનો પતો લાગ્યો ન હતો. ઘટનાને અંજામ આપીને રફુચક્કર થઈ ગયેલા ભેજાબાજોને શોધવા માટે અનેક પ્રયત્નો કરાયા પરંતુ કોઈ જ સફળતા મળી ન હતી. જેને લઇ ઘટના બન્યાના 20 દિવસ બાદ શોરૂમ માલિક દ્વારા આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટના અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને ભેજાબાજની આ જોડીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Article