Gujarat : ગાંધીનગર, બારડોલી અને છોટાઉદેપુરમાં અકસ્માતમાં કુલ પાંચના મોત, 2ની હાલત ગંભીર

રાજયમાં મોડીરાત્રે થયેલા અલગ-અલગ 3 અકસ્માતમાં કુલ પાંચના મોત થયા છે. જયારે બે લોકોની હાલત ગંભીર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:31 AM

રાજયમાં મોડીરાત્રે થયેલા અલગ-અલગ 3 અકસ્માતમાં કુલ પાંચના મોત થયા છે. જયારે બે લોકોની હાલત ગંભીર છે.

ગાંધીનગરમાં હિટ એન્ડ રનમાં બે મહિલાના મોત, એક ગંભીર

ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાના મોત નિપજ્યા છે. ગાંધીનગરના ઇન્ફોસિટી પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. કારની અડફેટે આવતાં એક્ટિવા પર સવાર બે મહિલા મોતને ભેટી છે.

ગાંધીનગરના ઈન્ફોસિટી નજીક મોડી રાત્રે આ ઘટના બની હતી. GJ-18-BL-8840 નંબરની કીયા કારનો ચાલક એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી ફરાર થયો. કારની ટક્કરે એક્ટિવામાં સવાર માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક યોગીનીબેન તેના પુત્રી જેમીનીબેન અને પુત્ર સાથે ગાંધીનગરમાં સબંધીને ત્યાં બેસવા ગયા હતાં. જ્યાંથી રાત્રીના પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે હાલ કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે.

બારડોલી નજીક અકસ્માતમાં એક યુવકનું મોત, એક ગંભીર

સુરત જિલ્લાના બારડોલી-ધુલીયા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે બાઈક ચલાવતા યુવકનું અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં બાઈકસવાર ત્રણ યુવક ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર છે. હાલ તમામને સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા છે.

છોટાઉદેપુરમાં  હિટ એન્ડ રનમાં બે મહિલાના મોત

છોટાઉદેપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાના મોત નિપજ્યાં છે. વિસાડી ગામ નજીક બોડેલી- હાલોલ રોડ પર ઘાસચારો લઈ જતી બે મહિલાઓને કાર ચાલકે અડફેટે લીધી હતી. અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. તો આ ગંભીર અકસ્માતમાં બન્ને મહિલાના કરુણ મોત થતા પરીવારમાં માતમ છવાયો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">