Surat News : સુપ્રસિદ્ધ ગલતેશ્વર મંદિર નજીક કોતરો બન્યા કચરાપેટી, લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી

|

Jun 28, 2022 | 10:10 AM

એકતરફ સો ટકા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો તેના બદલે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગલતેશ્વર મંદિર (Galteshwar Temple) પરિસર નજીકમાં ગંદકીનો ઢગ જોવા મળી રહ્યો છે. જેની સામે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે.

Surat News : સુપ્રસિદ્ધ ગલતેશ્વર મંદિર નજીક કોતરો બન્યા કચરાપેટી, લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી
galteshwar surat

Follow us on

તાપી નદીનાં કિનારે 62 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સાથે 12 જ્યોર્તિલિંગ સાથે અમરનાથનું શિવલિંગ પણ આબેહૂબ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સ્થળે સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થઇ હોવાથી શિવભક્તોમાં અનેરું સ્થાન ધરાવતા ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વહેતી તાપી નદીમાં સ્નાન કરવાથી કૃષ્ટ રોગ મુક્ત થવાની માન્યતા છે પરંતુ આ મંદિરની સુંદરતા વચ્ચે નાગરિકો પોતાની ફરજો ભૂલી રહ્યા છે. ફરવાના અને મોજ મજાના ચક્કરમાં પ્રકૃતિને ન શોભે તેવું વર્તન કરી રહ્યા છે. એકતરફ સો ટકા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો તેના બદલે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગલતેશ્વર મંદિર (Galteshwar Temple) પરિસર નજીકમાં ગંદકીનો ઢગ જોવા મળી રહ્યો છે.

કામરેજ તાલુકાના (Kamrej Taluka) ટીંબા સ્થિત પવિત્ર યાત્રાધામ પરિસર નજીકના કોતરોમાં ગંદકી યુક્ત કચરો ઠલવાઇ રહ્યો છે. પવિત્ર યાત્રાધામ તરીકે કામરેજ તાલુકા સહિત સુરત જિલ્લામાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારમાં પણ ગલતેશ્વર મંદિર તેના પરિસરમાં આવેલી વિશાળ કદની શિવજીની પ્રતિમાને લીધે ભારે નામના અને લોકચાહના મેળવી ચૂક્યું છે.

કચરાપેટીના ઉપયોગના બદલે કોતરોનો ઉપયોગ

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

મંદિર પરિસર સહિત તેના પટાંગણમાં સંચાલકો દ્વારા ઉત્તમ અને બેનમૂન સુવિધા ઉપલબ્ધ કરાવી સુંદર વ્યવસ્થાપન અંગેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, પરંતુ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તજનો તેમજ સહેલાણીઓ માટે પરિસરમાં જ નાસ્તા તેમજ ખાણી-પીણી માટેની દુકાનો તેમજ સ્ટોલ પર નાસ્તો કરવા આવતા લોકો દ્વારા નાસ્તો કર્યા બાદ કચરાપેટીમાં કચરો નાંખવાને બદલે સ્ટોલ નજીકમાં જ આવેલા કોતરોમાં ઠાલવી દેવામાં આવતો હોય છે.

કચરો હરીયાળા પર્યાવરણને નુકશાન કારક

આ કચરામાં નાસ્તાની ડિશ, પ્લાસ્ટિકના ગ્લાસ ચમચી, પાણીની ખાલી બોટલો તેમજ નાસ્તા બાદ બચેલું ખાવાના યુક્ત દુર્ગંધ ફેલાવતો કચરો મંદિર પરિસરમાં જ આવેલા કોતરોમાં ઠાલવી નદી કિનારાના હરીયાળા પર્યાવરણને તો નુકસાન કરે જ છે સાથે-સાથે મંદિર પરિસરમાં પવિત્ર વાતાવરણને પણ ગંદકી યુક્ત દુર્ગંધથી મલિન કરનારું સાબિત થાય છે.

લોકો પોતાની ફરજ સમજે

ખૂબ મોટા ઉપાડે ઝીરો ટકા પ્લાસ્ટિક મુક્ત અભિયાનની (Plastic Free Campaign) મુહિમ ચલાવવામાં આવે છે, ત્યારે સો ટકા પ્લાસ્ટિક મુક્ત અભિયાનના બદલે મંદિર પરિસર નજીકનું કોતર સો ટકા પ્લાસ્ટિક યુક્ત એમ કહેવામાં અતિશયોક્તિ નથી જ. આ માટે લોકોમાં પણ જનજાગૃતિ આવે તે ખૂબ જરૂરી બની ગયું છે. લોકો ભક્તિની સાથે-સાથે નાગરિક તરીકેની પોતાની ફરજ પણ સમજે તે સમયની માંગ છે.

Published On - 10:07 am, Tue, 28 June 22

Next Article