AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત રેલવે સ્ટેશન પર ‘પાણી’ માટે ગોઠવાઈ Z+ સિક્યુરિટી, જાણો આમ કરવા પાછળનું કારણ

સુરત સ્ટેશન પર ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયા પર નજર રાખવા માટે વોટર વોચ સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 15 હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી સજ્જ, આ સિસ્ટમ 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

Breaking News : સુરત રેલવે સ્ટેશન પર 'પાણી' માટે ગોઠવાઈ Z+ સિક્યુરિટી, જાણો આમ કરવા પાછળનું કારણ
| Updated on: Apr 06, 2026 | 2:35 PM
Share

સામાન્ય રીતે આપણે કોઇ વ્યક્તિ અથવા કિંમતી વસ્તુની દેખરેખ માટે Z+ સુરક્ષા રાખવામાં આવી હોય તેવી વાત સાંભળી છે, પરંતુ પાણીની સુરક્ષા માટે Z+ સુરક્ષા ગોઠવાઇ હોય તેવુ તમે સાંભળ્યુ છે? ગુજરાતના સુરતમાં રેલવે સ્ટેશન પર આ કામગીરી કરવામાં આવી છે. જેનું કારણ જાણીને તમને પણ નવાઇ લાગશે.

સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ‘વોટર વોચ સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ’ લાગુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પહેલીવાર આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 15 હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

દિવસ-રાત દેખરેખ માટે નાઇટ વિઝન સુવિધા

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેમેરા નાઇટ વિઝન ટેકનોલોજીથી સજ્જ છે, જેના કારણે 24 કલાક સ્પષ્ટ મોનિટરિંગ શક્ય બનશે. કેમેરા એવી રીતે ગોઠવાયા છે કે પાઇપલાઇન, પાણી ભરવાનું પોઇન્ટ અને ટ્રેનના કોચ એકસાથે નજરે પડે.

મુસાફરોની ફરિયાદોને ધ્યાનમાં રાખી પગલું

આ સિસ્ટમ લાગુ કરવાનો મુખ્ય હેતુ મુસાફરોને મળતી ફરિયાદો દૂર કરવાનો છે. અગાઉ અનેક વખત કોચમાં પૂરતું પાણી ન ભરાતું હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓ રિયલ ટાઇમમાં દેખરેખ રાખી શકશે.

પાણીનો બગાડ રોકવા મળશે મદદ

નવી સિસ્ટમથી પાણીનો બગાડ પણ અટકાવવામાં આવશે. પાઇપલાઇનમાં લીકેજ અથવા ઓવરફ્લો જેવી સમસ્યાઓ તરત જ કેમેરામાં કેદ થશે, જેથી ઝડપથી કાર્યવાહી થઈ શકે.

સુરક્ષા પણ થશે વધુ મજબૂત

કેમેરા દ્વારા પાણીની લાઇન આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવશે, જેના કારણે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

સ્ટેશન પહેલેથી જ સીસીટીવી કવરેજ હેઠળ

સુરત રેલ્વે સ્ટેશન પર પહેલેથી જ 40થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે, જે સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં નજર રાખે છે. હવે ‘વોટર વોચ’ સિસ્ટમ ઉમેરાતા મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સુવિધા મળશે તેવી આશા છે.

આ પણ વાંચો-Breaking News : રાજકોટ મનપાની ચૂંટણીમાં 25થી વધુ કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા, જુઓ આખું લિસ્ટ

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">