સુરત કોર્પોરેશન 1.14 કરોડના ખર્ચે આ રોબોટ(Robot) ખરીદવા જઈ રહી છે. સુરતના ભીડભાડવાળી તેમજ સાંકડી જગ્યામાં આગ લાગવા પર બ્રાઉઝર, ગાડી અને ફાયર જવાનોને જવા માટે સમસ્યા થાય છે અને ફાયર ફાઈટિંગમાં પણ મુશ્કેલી આવે છે.
તેવામાં સુરત ફાયર ફાઈટર હવે રોબોટની મદદ લેશે. અમદાવાદ ફાયર વિભાગ પાસે આવો રોબોટ છે. ચોંકાવનારી વાત તો એ છે કે સુરત મહાનગરપાલિકા આ રોબોટ ખરીદવા માટે અમદાવાદ કરતા 30 લાખ રૂપિયા વધારે ચૂકવશે.
સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે આ રોબોટમાં અમદાવાદના રોબોટ કરતા ટેકનોલોજી વધારે છે. શહેરનો વિસ્તાર પણ વધ્યો છે અને વસ્તી પણ વધી છે. ખાસ કરીને હજી પણ જુના વિસ્તારો અને ટેક્સ્ટાઈલ માર્કેટ જેવા વિસ્તારોમાં ફાયર ફાઈટિંગ માટે ફાયર વિભાગને મુશ્કેલી પડે છે. તેવામાં ફાયર ફાઈટિંગ માટે ખરીદવામાં આવનાર આ રોબટ સુરત ફાયર વિભાગની તાકાત બનશે.
ત્રીજી લહેરની તૈયારી માટે મહાનગરપાલિકાએ 7.56 રૂપિયા પ્રતિ જોડી હેન્ડ ગ્લવ્ઝના હિસાબથી 1 કરોડ 17 લાખ રૂપિયાના 15 લાખ 60 હજાર જોડી હેન્ડ ગ્લવ્ઝ ખરીદવાની તૈયારી હતી. આ પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સ્થાયી સમિતિએ તેમાં કાપ મૂકીને એક લાખ જોડી હેન્ડ ગ્લવ્ઝ ખરીદવાના કામને મંજૂરી આપી છે. સુરતમાં પાલિકાને કોરોનાના પીકમાં રોજ ના આઠ હજાર હેન્ડ ગ્લવ્ઝની જરૂર પડતી હતી. તે હિસાબે દોઢ મહિનાના સ્ટોક રાખવાની તૈયારી કરવામાં આવી છે.
ઉધના ઝોનને એ અને બી ભાગમાં વિભાજીત કરવા માટેની પણ સ્થાયી સમિતિએ મંજુરી આપી છે. તેમાં નવા વિસ્તારોનો સમાવેશ થવાથી ઉધના ઝોનમાં 11 ગામોનો સમાવેશ થયો છે અને તેના કારણે ઉધના ઝોનનું ક્ષેત્ર પણ વધી ગયું છે.
નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મળી શકે તે માટે ઉધના બી ઝોન બનાવવામાં આવશે. તેમાં જુના ઉન, જિયાવ , સોનેરી, બુડિયા અને ગભેણી ગામને ઉધના બી ઝોનમાં રાખવામાં આવ્યા છે. કુલ 2,25,642ની વસ્તી ઉધના ઝોન બીમાં સામેલ થશે. ઉધના ઝોન બીની નવી ઓફીસ કનકપુર-કંસાડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે બનાવવામાં આવશે.
આ પણ વાંચો : Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ
આ પણ વાંચો : રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ