Sabarkantha: ઇડર તાલુકાના જાદરનો ત્રિ દિવસીય લોકમેળો યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુજરાતના(Gujarat) સાબરકાંઠા જિલ્લાના ઇડર(Idar)તાલુકાના જાદરનો ત્રિ દિવસીય લોકમેળો(Jadar Melo)યોજાયો. ભાદરવા મહિનાના બીજા સોમવારથી મેળાનો પ્રારંભ થાય છે. રોજે રોજ હજારો દર્શનાર્થીઓ મુધણેશ્વર દાદા ના દર્શન કરી લોક સંસ્કૃતિના ભાતીગળ મેળાને મહાલતા હોય છે

Sabarkantha: ઇડર તાલુકાના જાદરનો ત્રિ દિવસીય લોકમેળો યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Idar Jadar Melo
| Edited By: | Updated on: Sep 06, 2022 | 11:55 PM

ગુજરાતના(Gujarat) સાબરકાંઠા જિલ્લાના ઇડર(Idar)તાલુકાના જાદરનો ત્રિ દિવસીય લોકમેળો(Jadar Melo)યોજાયો. ભાદરવા મહિનાના બીજા સોમવારથી મેળાનો પ્રારંભ થાય છે. રોજે રોજ હજારો દર્શનાર્થીઓ મુધણેશ્વર દાદા ના દર્શન કરી લોક સંસ્કૃતિના ભાતીગળ મેળાને મહાલતા હોય છે. મેળામાં ત્રણ દિવસ દરમિયાન મોટી ભીડ ઉમટતી હોય છે અને મોટા પ્રમાણમાં નારીયેળ ચઢાવવામાં આવતા હોય છે. ઇડર તાલુકાના જાદર ખાતે બિરાજીત મૃધણેશ્વર દાદાનુ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે આ મંદિર ખાતે ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી ઈડર સહિત આસપાસના લોકો અહીં બાધા સ્વરૂપે માનતા માની મેળાનું લહાવો લેતા હોય છે. જેમાં  પશુઓ તથા માણસોને ઝેરી જાનવરનું ઝેર શરીરમાં વ્યાપી હોય ત્યારે દાદાની બાધા રાખવામાં આવતી હોય છે અને મુધણેશ્વર દાદા ઝેર ની અસર મટાડી દેતા હોય છે એવી એક માન્યતા સાથે જાદર મેળો પ્રસિદ્ધ બન્યો છે.

મૃધણશ્વર દાદાના દર્શને આસપાસના લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા

પૌરાણિક મંદિરને હાલ તો આકર્ષક રૂપ આપવામાં આવ્યું છે સાથે જ આ મંદિર 700 વર્ષ પૌરાણિક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થતા મેળામાં અને મૃધણશ્વર દાદા ના દર્શને આસપાસના લાખો શ્રદ્ધાળુ દાદાના ચરણોમાં આવતા હોય છે. સાથે જ રોજે રોજ મોટી સંખ્યામાં શ્રીફળ ચઢાવવામાં આવતા હોય છે. અહી ત્રણ દિવસમાં દોઢ થી બે લાખ કરતા વધુ શ્રીફળ ચઢાવવામાં આવતા હોય છે. માન્યતા મુજબ શ્રદ્ધાળુઓ માનતા પણ માનતા હોય છે અને દાદા આ તમામ મનોકામનાઓ પૂરી કરતા હોય તેવું પણ શ્રદ્ધાળુ માની રહ્યા છે જોકે હાલ તો મેળામાં અને દાદાના દર્શને લાખો નું માનવ મહિરામણ ઉમટી પડ્યું છે બીજી તરફ તંત્ર દ્વારા પણ મેળામાં પૂરતી સુવિધાઓ સહિત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે.

આજે આ મંદિર ગાયોને બચાવનાર મધુવના નામ પરથી મુધણેશ્વર નામે પ્રસિદ્ધ થયું સ્વયંભૂ શિવલિંગ મૃધણેશ્વર થી ઓળખ પામી અને ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસીય આ મેળો ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો મેળાની મજા માણતા હોય છે

Published On - 11:43 pm, Tue, 6 September 22