ગુજરાતમાં કોરોનાના નવા 214 કેસ નોંધાયા એક મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1340 થઇ
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. જેમાં 06 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 214 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1340 થઈ છે
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. જેમાં 06 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 214 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1340 થઈ છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જેમાં રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)66, સુરતમાં 41, વડોદરામાં 20, બનાસકાંઠા 10, વલસાડમાં 09, રાજકોટમાં 07, સુરતમાં 07, વડોદરામાં 06, નવસારીમાં 05, પાટણમાં 05, ભરૂચમાં 04, ગાંધીનગરમાં 04, જામનગરમાં 04, મોરબીમાં 04, પોરબંદરમાં 04, ગાંધીનગરમાં 04, જામનગરમાં 04, મોરબીમાં 04, પોરબંદરમાં 04, ગાંધીનગરમાં 03, કચ્છમાં 03, રાજકોટમાં 03, પંચમહાલમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 01,ડાંગમાં 01, સુરેન્દ્રનગરમાં 01
રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.