સાબરકાંઠામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં વરસાદ

હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ સારો વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વિસ્તારના ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ઇડર, વડાલી, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં વરસાદ હળવો રહ્યો હતો.

સાબરકાંઠામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં વરસાદ
હાઈવે પર પાણી ભરાયા
Follow Us:
| Updated on: Jul 03, 2024 | 9:49 AM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. રવિવારથી શરુ થયેલ વરસાદી માહોલ બુધવાર સવાર સુધી જળવાઈ રહ્યો છે. જિલ્લામાં અંતિમ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ સારો વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વિસ્તારના ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

રવિવારે અને સોમવારે સારો વરસાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસ્યા બાદ અંતિમ 24 કલાક દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં વાવણી માટે તૈયારીઓ કરવા માટે જે પ્રમાણે જરુરી હતો એ મુજબ જ વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.

સૌથી વધારે હિંમતનગરમાં વરસાદ

સતત બીજા દિવસે પણ હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. હિંમતનગરના ગાંભોઈ, આગીયોલ, બેરણાં, કાંકણોલ, હડીયોલ અને ગઢોડા તેમજ હાજીપુર પંથકમાં સારો વરસાદ નોંધાયો હતો. વિસ્તારના ખેડૂતોને હવે ચોમાસુ પાકની વાવણી કરવાને માટે વરસાદી માહોલથી હવે રાહત થઈ છે. હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. એટલે કે 43 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ હિંમતનગરમાં સાડા ચાર ઈંચ જેટલો નોંધાયો છે. એટલે કે 117 મિલીમીટર જેટલો વરસાદ મંગળવાર સવાર સુધી નોંધાયો છે.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ રવિવારથી શરુ થયેલ વરસાદી માહોલ મંગળવાર સવાર સુધી જળવાઈ રહ્યો હતો. ઝરમર ઝરમર વરસાદ વિસ્તારમાં સતત વરસતો રહ્યો હતો. બંને તાલુકાઓમાં દોઢ-દોઢ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ તાલુકામાં 36 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે તલોદ તાલુકામાં 39 મિલીમીટર વરસાદ મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયો હતો. ખેડબ્રહ્મામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન હળવો વરસાદ નોંધાયો હતો.

ચાર તાલુકામાં હળવો વરસાદ

સાબરકાંઠામાં અન્ય ચાર તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઇડર, વડાલી, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં વરસાદ હળવો રહ્યો હતો. ખાસ કરીને આ ચારેય તાલુકામાં 10 મિલિમીટર કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસવાને લઈ રાહત રહી હતી.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • હિંમતનગરઃ 43 મીમી
  • તલોદઃ 39 મીમી
  • પ્રાંતિજઃ 36 મીમી
  • ખેડબ્રહમાઃ 22 મીમી
  • ઈડરઃ 09 મીમી
  • વડાલીઃ 08 મીમી
  • પોશીનાઃ 07 મીમી
  • વિજયનગરઃ 04 મીમી

અરવલ્લીમાં પણ મેઘમહેર

જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મંગળવારની મોડી રાત્રી બાદ વરસાદ ધોધમાર વિસ્તારમાં શરુ થવાને લઈ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય રાત્રીના અરસા દરમિયાન ધોધમાર વરસાદ મોડાસામાં તૂટી પડ્યો હતો. જેને લઈ મોડાસા શહેરના અનેક વિસ્તારોના નીચાણવાળા સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મેઘરજમાં એક ઈંચ જેટલો, ભિલોડા અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
g clip-path="url(#clip0_868_265)">