તાપી : સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું, જુઓ વીડિયો
તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે.જો કે આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે ગત વર્ષ કરતા હજુ પણ ઉકાઈ ડેમમાં ત્રણ ફૂટ ઓછું પાણી ડેમમાં નોંધાયું છે.
તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે.જો કે આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે ગત વર્ષ કરતા હજુ પણ ઉકાઈ ડેમમાં ત્રણ ફૂટ ઓછું પાણી ડેમમાં નોંધાયું છે.
આ તરફ ઉકાઈ ડેમના કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે હજુ તો ચોમાસાને 15થી 20 દિવસ થયા છે આગામી ત્રણ મહિના બાકી છે ત્યારે આશા છે કે ડેમ ભરાઈ જશે.
અત્રે નોંધનીય છે કે ઉકાઈ ડેમનો ઉપયોગ તાપી જિલ્લાના ઉકાઈ શહેરમાં સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે થાય છે.ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન ઉકાઈ ડેમ ખાતે આવેલું છે જેમાં દરેક 75 મેગાવોટના હાઈડ્રો ટર્બાઈનના 4 એકમોનો સમાવેશ થાય છે.ઉકાઈ ડેમ સુરત, અંકલેશ્વર, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓને સિંચાઈ, પીવા અને ઔદ્યોગિક હેતુઓ માટે પાણી પૂરું પાડે છે.
Published on: Jul 05, 2024 09:24 AM
Latest Videos