સાબરકાંઠામાં પાછોતરા વરસાદને લઈ ડાંગર જેવા પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

|

Sep 18, 2020 | 3:19 PM

સાબરકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદને લઈને શાકભાજી બાદ હવે ડાંગર જેવા પાકમાં પણ નુકસાન સર્જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ ડાંગરની ખેતી થઈ છે. જેમાં ખાસ કરીને પ્રાંતિજ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. સાબરકાંઠા જિલ્લામાં પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હતો કે ચોમાસુ […]

સાબરકાંઠામાં પાછોતરા વરસાદને લઈ ડાંગર જેવા પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદને લઈને શાકભાજી બાદ હવે ડાંગર જેવા પાકમાં પણ નુકસાન સર્જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ ડાંગરની ખેતી થઈ છે. જેમાં ખાસ કરીને પ્રાંતિજ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. સાબરકાંઠા જિલ્લામાં પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હતો કે ચોમાસુ કેવુ વરસશે? પણ હવે વરસાદ જતાં જતાં પણ વધુ વરસવાને લઈને ઉભા પાકનો હવે સોથ વળી રહ્યો છે. શાકભાજીના પાકમાં પાછોતરા વરસાદે નુકસાન કર્યા બાદ હવે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસવાને લઈને ડાંગર જેવા પાકનો પણ સોથ વળવા લાગ્યો છે. સાબરકાંઠા જિલ્લાના સલાલ અને પોગલુ પંથકમાં ડાંગરના પાકનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જો કે હાલમાં વરસાદ વરસવાને લઈને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન સર્જાયુ છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રાંતિજ આસપાસના સલાલ, સોનાસણ, પોગલુ, પલ્લાચર, પિલુદ્રા અને અમીનપુર પંથકમાં ડાંગરના પાકમાં ભારે પવન અને વરસાદી માહોલને લઈને પાક આડો પડી જવાથી નુકશાન સર્જાયુ છે. વિસ્તારના ખેડૂતો માટે જાણે કે હવે વરસાદ આફતરુપ નિવડી રહ્યો છે. જિલ્લાના ત્રણ તાલુકામાં ડાંગરનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે, જેમાં પ્રાંતિજ, તલોદ અને વિજયનગર તાલુકામાં ડાંગરનું વાવેતર થાય છે. જેમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર પ્રાંતિજ તાલુકાના સલાલ, સોનાસણ, પલ્લાચર, પોગલુ, વદરાડ, અમીનપુર વિસ્તારમાં થાય છે. ચાલુ વર્ષે 7046 હેકટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું. જે પૈકી 6,521 હેક્ટર પ્રાંતિજ અને 409 હેક્ટર તલોદ તાલુકામાં થયું હતું તો 853 હેક્ટરમાં બિનપિયત ડાંગરનું વાવેતર વિજયનગર તાલુકામાં થયું હતું. આમ હાલમાં જ સાડા ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પવન સાથે વરસવાને લઈને પાકનો સોથ વળી જવા પામ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિસ્તારમાં અનેક ડાંગરના ખેતરોમાં પાક આડો પડી જવા પામ્યો છે તો પાકમાં વરસાદી પાણી પણ ભરાયેલા છે, આમ ડાંગરનો પાક તૈયાર થયેલો હવે ઓછુ ઉત્પાદન ખેડૂતોને મળશે. જે ઉતારો ખેડૂતોને મળતો હતો તેના પ્રમાણમાં 40થી 60 ટકા ઉત્પાદન કેટલાક ખેડૂતોને ઓછુ આવશે તો સાથે જ હવે ડાંગરનું ઉત્પાદન પણ નબળી ગુણવત્તાનું થવાથી ભાવ પણ ઓછા મળે તેવી ભીતી ખેડૂતોને વરતાઈ રહી છે. જેને લઈને ખેડૂતો પણ હવે સરકાર દ્વારા વળતરની માંગ કરી રહ્યા છે અને આ માટે સર્વે કરવાની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:24 pm, Tue, 15 September 20

Next Article