રાજકોટ ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કરાઈ ખાસ વ્યવસ્થા, રીંછ અને વાનરને અપાય છે ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી

|

Apr 25, 2023 | 3:16 PM

હાલ રાજકોટ (Rajkot) પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 68 પ્રજાતિઓના કુલ 545 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે.

રાજકોટ ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કરાઈ ખાસ વ્યવસ્થા, રીંછ અને વાનરને અપાય છે ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી

Follow us on

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઈન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયુ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે.

આ પણ વાંચો- લગ્નના સાત વર્ષમાં વૈવાહિક ઘરમાં પત્નીના અકુદરતી મૃત્યુથી પતિને દહેજ અંગે હત્યાના દોષી સાબિત કરવા પર્યાપ્ત નથી: સુપ્રીમ કોર્ટ

હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 68 પ્રજાતિઓના કુલ 545 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઈ પ્રતિકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતિ અનુસાર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

પ્રાણીઓની પ્રકૃતિ મુજબ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી

મોટા કદના પ્રાણીઓ (સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે)

  • આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવ્યા છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે.
  • પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલા છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
  • તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે.
  • બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે.
  • રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.

નાના કદના પ્રાણીઓ (વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરે)

  • આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે.
  • પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
  • રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
  • તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલુ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે.
  • બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે.
  • રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પક્ષીઓ

  • જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • તમામ પાંજરાઓની અંદર ફોગર (ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલો છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.

હરણ

  • તમામ હરણના પાંજરાઓમાં વૃક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સાબર હરણ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ખાસ પ્રકારનો મડ પોન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના સમયે સાબર મડ પોન્ડમાં બેસી ગરમીથી રાહત મેળવે છે.

પ્રાણી-પક્ષીઓને ડાયેરિયા અને ડીહાઈડ્રેશન ન થાય તે માટે પણ વ્યવસ્થા

આ ઉપરાંત ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓમાં ગરમીના કારણે Diarrhoea – Dehydration ના થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે 10 % જેટલો ખોરાકમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સરીસૃપ પ્રજાતીના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વિગેરેમાં દૈનીક ખોરાકમાં વધારો નોંધાયેલો છે.

વેકેશનના કારણે 2 દિવસમાં 15 હજાર મુલાકાતીઓ ઉમટ્યા

હાલ ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયેલ હોય, મુલાકાતીઓની વિશેષ ભીડ જોવા મળી રહેશે. જેમાં છેલ્‍લા 2 દિવસમાં ઝૂ ખાતે 15 હજારથી ૫ણ વધુ મુલાકાતીઓ ૫ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂ.04 લાખથી વધારે આવક થયેલી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article