રાજકોટમાં કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ, 4 કલાકમાં 2 હત્યાને અપાયો અંજામ, ગંજીવાડામાં સરાજાહેર છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દેવાયો

Rajkot: રાજકોટમાં ગુનાહિત તત્વો બેફામ બન્યા છે અને કાયદાનો જાણે કોઈ ડર ન હોય તેમ ગુનાને અંજામ આપી રહ્યા છે. શહેરમાં 4 કલાકમાં બે હત્યાને અંજામ અપાયો છે. ગંજીવાડામાં 36 વર્ષિય યુવકને આડા સંબંધની અદાવતમાં પતાવી દેવાયો છે જ્યારે મોચી બજારમાં રૂપિયાની લેતી-દેતીમાં આધેડને ધોકાના ફટકા મારી ઢીમ ઢાળી દેવાયુ હતુ.

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ, 4 કલાકમાં 2 હત્યાને અપાયો અંજામ, ગંજીવાડામાં સરાજાહેર છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દેવાયો
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 25, 2023 | 1:37 PM

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે અને ગુનાહિત તત્વો વધુ બેફામ બની રહ્યા છે. ફરીએકવાર શહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં માત્ર 4 કલાકના સમયગાળામાં બે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. સોમવારે સાંજે ગંજીવાડા વિસ્તારમાં 36 વર્ષીય યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જ્યારે અન્ય એક ઘટનામાં 4 કલાકની અંદર જ જ્યુબેલી નજીક લોટરી બજાર પાસે આધેડને ધોકાના ફટકા મારી હત્યા કરી દેવાઈ છે.

ગંજીવાડામાં આડાસંબંધના કારણે છરીના ઘા ઝીંકી હત્યા

ગંજીવાડા વિસ્તારમાં સલીમ ઓડિયા નામના 36 વર્ષીય યુવકની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી 6થી વધુ શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવની વિગત જોઈએ તો મૃતકને આરોપીની માતા સાથે 5 વર્ષ પહેલાં આડાસંબંધ હતા. આરોપી આવેશની માતા મૃતક સલીમ સાથે ભાગી ગઈ હતી.

જો કે થોડા દિવસોમાં જ તેને સલીમને છોડી અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. છતાં આરોપી આવેશ અવારનવાર રૂપિયાની માંગણી કરી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. પોલીસે ચારેય આરોપી આબીદ,આવેશ, અનીસ અને અરબાઝની મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે. આમ વર્ષો પહેલાના આડાસંબંધનો લોહિયાળ અંજામ આવ્યો છે.

ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !

લોટરી બજારમાં રૂપિયાની લેતીદેતી મામલે આધેડની સરાજાહેર હત્યા

ગંજીવાડા વિસ્તારની હત્યાના 4 કલાકના સમયગાળામાં જ રાજકોટમાં અન્ય એક હત્યાની ઘટના બની હતી. જેમાં સાજીદ અંતારિયા નામના 50 વર્ષીય આધેડને રૂપિયાની લેતીદેતી મુદ્દે 4 શખ્સોએ સરાજાહેર લોટરી બજાર નજીક ધોકાના ઘા ઝીંકી પતાવી દીધા હતા. આ બનાવમાં મૃતકના ભત્રીજાને પણ છોડાવવા વચ્ચે પડતા ઇજા પહોંચી હતી.

બજરંગવાડીમાં રહેતા અને લોટરી બજારમાં લસણનો વેપારી સાજીદ ભાઈ સાંજે 7 વાગ્યા આસપાસ ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર પાસે હતા ત્યારે શબ્બીર, તૌફીક, રફીક અને આરીફ નામના શખ્સોએ રૂપિયાની લેતી દેતી મુદ્દે ઝઘડો કરી માથાના ભાગે ધોકાંના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. A ડિવિઝન પોલીસે આ ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: બપોરના 1થી5 સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, ગરમીનો પારો વધતા વાહનચાલકોના હિતને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

એક અઠવાડિયામાં હત્યાની 4 ઘટના

રાજકોટમાં એક અઠવાડિયા જેટલા સમયગાળામાં 4 હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક 63 વર્ષીય વૃદ્ધાની ગળું દબાવી હત્યા નીપજાવવામાં આવી. બીજા બનાવમાં ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે દસ્તાના ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી. ત્રીજા બનાવમાં ગંજીવાડા વિસ્તારમાં આડા સંબધોના કારણે યુવકની હત્યા થઈ અને ચોથા બનાવમાં રૂપિયાની લેતીદેતી બાબતે આધેડની હત્યા કરવામાં આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">