પરશોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ જઈ અગ્નિકાંડના પીડિતોને મળ્યા, દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહીની આપી ખાતરી- Video

પરશોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ જઈ અગ્નિકાંડના પીડિતોને મળ્યા, દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહીની આપી ખાતરી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 4:08 PM

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. પરશોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા બંનેએ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી અને તેમને પડતી મુશ્કેલી અંગેની રજૂઆતો સાંભળી હતી.

રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે આજે રાજકોટના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ હાજર હતા. બંને સાંસદોએ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળ્યા અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી. રૂપાલાએ તેમને પડતી મુશ્કેલી પણ સાંભળી હતી અને જે કંઈપણ ક્ષતિ સામે આવી છે તેને દૂર કરવા જણાવ્યુ હતુ.

અગ્નિકાંડના દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી થશે તેમ જણાવતા રૂપાલાએ જણાવ્યુ હતુ કે હાલ અધિકારીઓનુ સસ્પેન્શન એ પણ કાર્યવાહીનો એક ભાગ છેએ અને તપાસ માટે નિમવામાં આવેલી SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો. વધુમાં રૂપાલાએ જણાવ્યુ હતુ કે આ ઘટના બાદ જે પ્રકારે મુખ્યમંત્રી ખુદ ઈન્વોલ થઈ ડે ટુ ડેનું મોનિટરીંગ સીએમઓ દ્વારા થઈ રહ્યુ છે એ જોતા એવુ લાગે છે કે આમાં દાખલારૂપ કાર્યવાહી ચોક્કસથી થશે.

રૂપાલાએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં 17 પરિજનોને તેમના સ્વજનોના DNA સેમ્પલ અને બોડીના અવશેષો સોંપવામાં આવ્યા છે. રૂપાલાએ જણાવ્યુ કે સ્થળ ઉપરથી 27 બોડી સ્થળ ઉપરથી મળ્યા અને અન્ય છુટા અવશેષો સાથેની ટ્રેજરી ત્યાંથી મળી છે. જેમાથી 17 મૃતદેહોના DNA રિપોર્ટ તેમના સ્વજનો સાથે મેચ કરી સોંપી દેવાયા છે અને બાકી રહેતા મૃતદેહ સોંપવાની તજવીજ ચાલુ છે.

રૂપાલા ઘટનાના 54 વિતી ગયા બાદ પરિજનોને મળવા કેમ આવ્યા આવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે ઘટનાના બીજા દિવસ સવારના 8 વાગ્યાથી એમ્સમાં હું મુખ્યમંત્રીની સાથે જ હતો અને સમગ્ર ઘટનાનુ હું બહારથી મોનિટરીંગ કરી રહ્યો છુ અને મારુ પોતાનું એવુ માનવુ છે કે સંબંધિત વિભાગો આના પર બને એટલી ઝડપથી કાર્યવાહી કરી રહ્યા છે.આ સ્થળે હું નથી આવ્યો તેની પાછળ મારુ એવુ માનવુ છે કે આ બધી પ્રક્રિયા ચાલી રહી છે તેને થોડુ ઘણુ વ્યવધાન થાય છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત – Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 28, 2024 04:07 PM
g clip-path="url(#clip0_868_265)">