રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય. બી. જાડેજાની અચાનક બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ

પીઆઇ વાય.બી.જાડેજાની ગાંધીનગર ગૃહવિભાગમાંથી સિંગલ ઓર્ડર અને સાઇડ પોસ્ટ મળતા ખળભળાટ મચી ગયો છે. બદલીનો ઓર્ડર થતાની સાથે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પીઆઇ વાય.બી.જાડેજાને તાત્કાલિક અસરથી છુટ્ટા પણ કરી દીધા હતા.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય. બી. જાડેજાની અચાનક બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ
PI Y B Jadeja
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 10, 2024 | 10:00 PM

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અતિ વિશ્વાસુ પીઆઇ વાય.બી.જાડેજાની અચાનક જ અમદાવાદ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે બદલી થતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે. પીઆઇ વાય.બી.જાડેજાની ગાંધીનગર ગૃહવિભાગમાંથી સિંગલ ઓર્ડર અને સાઇડ પોસ્ટ મળતા ખળભળાટ મચી ગયો છે. બદલીનો ઓર્ડર થતાની સાથે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પીઆઇ વાય.બી.જાડેજાને તાત્કાલિક અસરથી છુટ્ટા પણ કરી દીધા હતા.

વાય.બી.જાડેજા સામે કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા

બંગળીના વેપાર સાથે જોડાયેલા સુરેશ સભાડ નામના વેપારીએ કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને આર.કે.જાડેજા નામના કોન્સટેબલ સામે વ્યાજખોરો સાથે મળીને પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે 1 જાન્યુઆરી 2024ના રોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને 96 લાખ રૂપિયાની પઠાણી ઉધરાણી માટે માર માર્યો હતો.

બનાવની વિગત પ્રમાણે વર્ષ 2022માં સુરેશ સભાડે વ્યાજખોર શૈલેષ ભલસોડ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેની પઠાણી ઉધરાણી પેટે વાય.બી.જાડેજા અને આર.કે.જાડેજાએ ઢોર માર માર્યો હતો. આ અંગે ફરિયાદીએ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, પરંતુ ફરિયાદ નહિ સાંભળતા અંતે કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા બંન્ને સામે ઇન્કવાયરીનો ઓર્ડર જાહેર કર્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કયું પ્રકરણ નડ્યું તેની જોરશોરથી ચર્ચા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની પોસ્ટ પર ફરજ બજાવતા વાય.બી.જાડેજાની અચાનક જ બદલી થતાં તેમને કોઇ તોડકાંડ નડ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના વફાદાર ઓફિસર પૈકી એક એવા જાડેજાની બદલી સાઇડ પોસ્ટ સિંગલ ઓર્ડર સાથે અચનક જ કેમ થઇ તે વાત એક કોયડા સમાન બની છે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઇ મોટા પ્રકરણની ફરિયાદ ગૃહવિભાગ સુધી પહોંચી હતી જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી.

આ મુદ્દો ઉચ્ચ અધિકારીઓ સુધી ન પહોંચે તે માટે તાત્કાલિક અસરથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરમાં થોડા દિવસ પહેલા એસએમસીની રેડ દરમિયાન એક ઉચ્ચ અધિકારીના અતિવિશ્વાસુ કોન્સટેબલની ભુમિકા સામે આવી હતી. ત્યારે પણ ઉચ્ચ અધિકારી સુધી છાંટા ન ઉડે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા. આ કિસ્સામાં પણ મોટા પ્રકરણની શંકા ઉપજી રહી છે. ત્યારે આ કાર્યવાહીથી રાજકોટના પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

 આ પણ વાંચો રાજકોટ મહાનગરપાલિકાનું 2,843 કરોડનું ફાઈનલ બજેટ રજૂ કરાયું, કોર્પોરેટરની ગ્રાન્ટમાં કરાયો વધારો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">