કેનેડામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા કઈ ?

28 Oct, 2024

સ્ટેટિસ્ટિક્સ કેનેડાના તાજેતરના ડેટા અનુસાર, કેનેડામાં ભારતીયોમાં પંજાબી અને હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.

પરંતુ શું તમે જાણો છો કે આ બે ભાષાઓ સિવાય કેનેડામાં કઈ ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર, કેનેડામાં ગુજરાતી ત્રીજી સૌથી સામાન્ય ભાષા બની ગઈ છે.

આશરે 87,900 ગુજરાતી ભાષી વ્યક્તિઓ 1980 થી કેનેડામાં સ્થળાંતરિત થયા છે, જેમાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વધારો થયો છે.

2016 થી 2021 સુધીમાં, 26% ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્સ (22935) કેનેડા આવ્યા છે.

તુલનાત્મક રીતે, પંજાબી ભાષીઓ 75475 વસાહતીઓ સાથે સૌથી આગળ છે.

જ્યારે 35170 હિન્દી ભાષી લોકો પણ કેનેડામાં સ્થાયી થયા છે. જે આ યાદીમાં બીજા નંબરે છે.