સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, જુઓ Video
અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું છે.
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સૌરાષ્ટ્રની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું છે.
અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં સાંજે 5:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાતણીયા ગામે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો હીરાના કારખાનામાં ભૂકંપનો આંચકાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારીગરો બહાર ભાગતા હોવાનું જોઈ શકાય છે.
Latest Videos
Latest News