કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ?

28 Oct, 2024

કાનની ગંદકી અથવા કચરો એ એક સામાન્ય સમસ્યા છે, જેને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાય છે.

કાન સાફ કરવા એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં સ્વચ્છ કપડું ડુબાડો અને કાનની સફાઇ કરો.

ઓલિવ તેલ એ કાનના કચરાને નરમ કરવા અને બહાર કાઢવાનો કુદરતી ઉપાય છે

કાનમાં ખંજવાળ અથવા બળતરા થતી હોય તો નાળિયેરનું તેલ પણ એક સારો વિકલ્પ છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ કાન સાફ કરવા માટે એક અસરકારક અને લોકપ્રિય પદ્ધતિ છે.

ગરમ પાણીના એક કપમાં મીઠું અડધી ચમચી મિક્સ કરો અને તેમાં કોટન ભીનું કરી કાનની સફાઇ કરો.

કાનના ચેપને રોકવા અને સાફ કરવા માટે સરકો અને આલ્કોહોલનું મિશ્રણ ઉપયોગી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.