AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : HIV ગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા કિટ અને બાળકો માટે એજ્યુકેશન કીટનું કલેક્ટરે વિતરણ કર્યું

રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને તેમની સમસ્યાઓ સાંભળીને, સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.

Rajkot : HIV ગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા કિટ અને બાળકો માટે એજ્યુકેશન કીટનું કલેક્ટરે વિતરણ કર્યું
Rajkot Collector Start HIV Awarness Campaign
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:37 PM
Share

રાજકોટ(Rajkot)જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “બેટી બચાવો- બેટી પઢાવો” યોજના અંતર્ગત એચ.આઇ.વી. જાગૃતિ(HIV Awarness) કાર્યક્રમમાં એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા કિટ તેમજ તેમના પરિવારના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે કલેક્ટર(Collector)કચેરીના પ્રાંગણમાં ઓપનએર થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, એચ.આઇ.વી ગ્રસ્ત પરિવાર અને પરિવારના બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર આત્મવિશ્વાસથી જીવી શકે તે માટે વહીવટી તંત્ર કાર્યરત છે. જીવનમાં ક્યારેય ડરવાનું નહીં, માનવીના આત્મવિશ્ર્વાસથી મોટી તાકાત કોઈ જ નથી. સરકાર વિકાસના કાર્યોની સાથે પીડિતો અને વંચિતોને સાથે લઈને ચાલી રહી છે. સરકાર સૌ કોઈ વ્યક્તિની પોતાના અંગત વ્યક્તિની માફક સારવાર અને કાળજી લે છે.

એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને તેમની સમસ્યાઓ સાંભળી

આ કાર્યક્રમના પ્રારંભે જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બાળકોને એજ્યુકેશન કીટ તેમજ બહેનોને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે સ્કુલબેગ, વોટરબેગ, લંચબોક્સ, ફુલસ્કેપ ચોપડા અને બહેનો માટે સેનેટરી પેડ, હેન્ડવોશ, ટુથપેસ્ટ, માસ્ક, ગ્લુકોઝ, શેમ્પુ-સાબુ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.કલેકટર અરુણ મહેશ બાબુએ એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને તેમની સમસ્યાઓ સાંભળીને, સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.

જાગૃતિ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયુ હતું

એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારના લોકોને હરહંમેશ મદદરૂપ બનતા સમાજના વિવિધ અગ્રણીઓ આર.ડી.એન.પી સંસ્થાના જગદિશભાઈ, પુજાબેન વાધમારે, તક્ષ મિશ્રા, ફૂલછાબના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા, સકીના ભારમલ સહિતના લોકોનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરના હસ્તે “બેટી બચાવો-બેટી પઢાવો” અભિયાન વિશે માહિતી આપતા જાગૃતિ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયુ હતું. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંગે વિવિધ માહિતી પ્રદાન કરશે.જિલ્લા કેળવણી નિરીક્ષક મીનાબેન જોબનપુત્રા, શિક્ષણ વિભાગમાંથી ભીખુભાઈ દેસાણી, દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, સીમાબેન શીંગાળા સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે “ગોળ ગધેડા “નો મેળો

આ પણ વાંચો : Gandhinagar : જાહેર સ્થળ પરના ખાનગી CCTVનું એક્સેસ પોલીસને આપવામાં આવશે, વિધાનસભામાં બિલ લવાશે

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">