Gandhinagar : જાહેર સ્થળ પરના ખાનગી CCTVનું એક્સેસ પોલીસને આપવામાં આવશે, વિધાનસભામાં બિલ લવાશે
રાજ્ય સરકારનો આ બિલ લાવવા પાછળનો હેતુ લોકોની સુરક્ષા અને ગુનાખોરીને રોકવાનો છે. જેમાં અત્યાર સુધી અનેક ગુનાઓનો ભેદ સીસીટીવી ફૂટેજના માધ્યમથી ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તેમજ પોલીસ દ્વારા જે તે સ્થળે રાખવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ પણ મેળવીને તેનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) જાહેરસ્થળ પર લાગેલા ખાનગી સીસીટીવી ( CCTV) નું એક્સેસ હવે પોલીસને (Police) આપવામાં આવશે. જે અંગે વિધાનસભાના ચાલુ સત્રમાં ગૃહ વિભાગ દ્વારા બિલ લાવવામાં આવશે. ગુજરાત પબ્લિક પ્લેસિસ સેફ્ટી એન્ડ એન્ફોર્સમેન્ટ બિલ 2022 અમલી કરાશે. આગામી 30 અથવા 31મી માર્ચેના રોજ વિધાનસભા સત્રમાં ગૃહ વિભાગ દ્વારા આ બિલ લાવવામાં આવશે. જેમાં જાહેર સ્થળો પર જ્યાં 200 કરતા પણ વધુ લોકોની અવરજવર હશે તેવા જાહેર સ્થળોના CCTVનું એક્સેસ પોલીસને આપવાની બીલમાં જોગવાઇ છે. તેમજ મોલ, થિયેટર, કોમર્શિયલ કોમ્પલેક્સ સહિતના જાહેરસ્થળો પર લાગેલા ખાનગી માલિકના CCTVનું રેકોર્ડીંગ ફરજીયાત પોલીસ તંત્રને આપવું પડશે.
સીસીટીવી ફૂટેજ પર કાયદેસર રીતે પોલીસનો અધિકાર રહેશે
રાજ્ય સરકારનો આ બિલ લાવવા પાછળનો હેતુ લોકોની સુરક્ષા અને ગુનાખોરીને રોકવાનો છે. જેમાં અત્યાર સુધી અનેક ગુનાઓનો ભેદ સીસીટીવી ફૂટેજના માધ્યમથી ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તેમજ પોલીસ દ્વારા જે તે સ્થળે રાખવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ પણ મેળવીને તેનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે સરકાર દ્વારા આ બિલ રજૂ થઇને પસાર કરાતા જાહેર સ્થળો પર સીસીટીવી ફૂટેજ પર કાયદેસર રીતે પોલીસનો અધિકાર રહેશે. તેમજ કોઇપણ વ્યક્તિ સીસીટીવી ફૂટેજ પોલીસને આપવાનો ઇનકાર કરી શકશે નહિ. તેમજ આ બિલ દ્વારા જાહેરસ્થળ પર લાગેલા ખાનગી CCTVનું એક્સેસ પોલીસ પાસે પણ રહેશે.
આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે મનપામાં મિટિંગ યોજાઈ
આ પણ વાંચો : અમદાવાદ : મંજુબાનું અનોખું રસોડું !! ગરીબો અને ભૂખ્યાઓને વિનામૂલ્યે સાત્વિક ભોજન આપવાનો હેતુ