વરસાદી જોખમને ધ્યાને રાખી રાજ્યમાં NDRFની ટીમનો કાફલો પહોંચ્યો, કુલ 5 ટીમ સ્ટેન્ડ બાય

સૌરાષ્ટ્રમાં (Saurashtra) પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદી જોખમને ધ્યાને રાખી રાજ્યમાં NDRFની ટીમનો કાફલો પહોંચ્યો, કુલ 5 ટીમ સ્ટેન્ડ બાય
NDRF Team In banaskantha
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 04, 2022 | 9:53 AM

રાજ્યમાં મેઘરાજાએ (Monsoon 2022) જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળી દીધુ છે. તો હવામાન વિભાગે (Department of Meteorology) હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે NDRFની તહેનાત કરવામાં આવી છે. સુરત, બનાસકાંઠાના પાલનપુર અને રાજકોટમાં NDRFની ટીમને મોકલવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે હવે વરસાદને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

NDRFની કુલ 5 ટીમ ગુજરાતમાં

ગુજરાતમાં રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. તો 3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા છે. આ તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આફત વચ્ચે NDRFની આ ટીમને મોકલવામાં આવશે.

24 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી અને મહેણાસાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે.તો, સાબરકાંઠાના વડાલીમાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે, સુરતના માંગરોળ અને માંડવી, સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુર, તાપીના સોનગઢ, અમરેલીના ખાંભા, વડોદરાના કરજણમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે..આ સિવાય રાજ્યના અન્ય તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે..

મહેસાણા શહેરના વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.. તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે.. તો દાહોદમાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati