Gujarat Election 2022: રાહુલ ગાંધીના આગમન પહેલા રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર સહીત 100 કાર્યકરોનો કેસરિયો

રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પર (Congress) આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી. જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:57 AM

વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત 100 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયાની આગેવાનીમાં કોંગ્રેસના 150 સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા છે.  રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી. જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે પરંતુ આ મુલાકાતથી કંઈ વળવાનું નથી અને તેમની સભામાં માણસો પણ ભેગાં નહીં થાય

રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રીઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે. સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે. સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી આજે મિશન સૌરાષ્ટ્ર પર છે. આપને જણાવી દઈએ કે, દરેક વિધાનસભા ચૂંટણીમાં રહી-રહીને પણ પ્રચાર કરતી કોંગ્રેસ અમુક બેઠકો હાંસલ કરવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદો જ આલાપ લઈ રહી છે, તેની વચ્ચે કોંગ્રેસને આ વખતે પણ આ રણનીતિ કામ લાગે છે કે કેમ તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">