Dwarka: નવરાત્રીમાં મહિલાઓ પારંપારિક પોષાક સાથે દોઢ કિલો સોનાના આભૂષણો પહેરી કરે છે માતાજીની આરાધના

Dwarka: નવરાત્રી દરમિયાન મેર સમાજની બહેનો તેમના પારંપારિક પોષાકમાં માતાજીની આરાધના કરે છે. મેર સમાજમાં પહેલેથી સોનાની દાગીનાનો રિવાજ રહેલો છે. એમા પણ વાત હોય માતાજીના આરાધનાની ત્યારે આ સમાજની બહેનો લાખોની કિંમતના સોનાના દાગીના પહેરી માતાજીના ગરબા કરતી જોવા મળે છે

Dwarka: નવરાત્રીમાં મહિલાઓ પારંપારિક પોષાક સાથે દોઢ કિલો સોનાના આભૂષણો પહેરી કરે છે માતાજીની આરાધના
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 02, 2022 | 3:50 PM

નવરાત્રી (Navratri) એટલે શક્તિની આરાધના સાથે ગરબે રમતા ભક્તિમય બનવાનો અવસર. પરંતુ ધીમે ધીમે સમય જતા હવે નવરાત્રીના અવસરમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. રાસના સ્ટેપથી લઈને ગરબાના શબ્દો અને ખેલૈયાના પહેરવેશ સુધી ખાસો ફેરફાર જોવા મળે છે. ત્યારે પોરબંદર અને દેવભૂમિદ્વારકા (Dwarka) પંથકમાં આજે પણ આપણાં પારંપરિક રાસ- ગરબા જોવા મળે છે. પ્રાચીન અને પ્રચલિત ગરબા રમતી આ બહેનોનો જાણે કે સોનેથી મઢી હોય તેવું લાગે છે.  આ મહિલાઓ  તોલા કે ગ્રામમાં નહીં પરંતુ દોઢ-દોઢ કિલો સોનાના દાગીનાના શણગાર સાથે જોવા મળે છે. તેમના પરંપરાગત પોષાકની સાથે સૌથી વધુ ધ્યાન તેમના આભૂષણો જ ખેંચે છે. પ્રથમ દૃષ્ટિએ તો સહુ કોઈની નજર તેમના આભૂષણો પર જ જાય છે. આ સમાજની બહેનો માટે એવુ કહેવાય છે કે એક મર્સિડિઝ આવી જાય એટલી કિંમતના સોનાના ઘરેણા પહેરી રાસ રમતી જોવા મળે છે.

પરંપરાગત પહેરવેશ સાથે જગદંબાની આરાધના

દેવભૂમિ દ્વારકાઅને પોરબંદર પંથકમાં સૌથી વધુ મહેર સમાજમાં આ પારંપરિક રાસ- ગરબા જોવા મળે છે. સાથે  જ આહિર તેમજ ગઢવી સમાજની બહેનો પણ નવલા નોરતામાં સોને શણગાર સજી તેમજ પરંપરાગત પોષાક સાથે ગરબે રમી માતાજીની આરાધના કરે છે.  દિવ્યાબેન ખગરામ‌ અને તૃપ્તિબેન ગઢવી જણાવે છે કે, તેમનો મણીયારો રાસ જગ વિખ્યાત છે. આ રાસ માત્ર ગુજરાત પુરતો સિમિત નથી રહ્યો. દેશ હોય કે પરદેશ હોય ક્યાંય પણ નવરાત્રીની વાત આવે એટલે લોકો મણિયારા રાસને અચૂક યાદ કરે છે.

ચારણી રમત સાથે જોડાયેલો છે ઇતિહાસ

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પરંપરાગત પહેરવેશ અને સોનાના ઘરેણાં સાથે રાસ રમતા આરતીબેન ગઢવી અને દિવ્યાબેન જામ જણાવે છે કે, નવરાત્રી દરમિયાન એક દિવસ ખાસ ચારણી રમત તરીકે ઓળખાતો રાસ રમવામાં આવે છે. આ રાસ સાથે એક ઐતિહાસિક કથા જોડાયેલી છે. જેમાં વર્ષો પહેલા જેવી રીતે મા જગદંબા ગરબે રમતા તેવી જ રીતે અમે પણ આજે આ ચારણી રમત રમીએ છીએ.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

આજે ભલે ગરબાનું સ્વરૂપ બદલાયુ હોય, તેમા અનેક ફ્યુઝન ઉમેરાયા હોય પરંતુ આ બહેનોએ તેમની સંસ્કૃતિ જાળવી રાખી છે અને એક વિશિષ્ટ ઓળખ પણ ઉભી કરી છે. દર વર્ષે નવરાત્રીમાં તેમના ગરબા અલગ જ તરી આવતા હોય છે. પુરુષો દ્વારા કરવામાં આવતા મંડળી રાસ પણ ખ્યાતિ પામ્યો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">