Bardoli: નવરાત્રીના પાવન પર્વ પર રાજપૂત સમાજના દીકરાઓની સાથે દીકરીઓએ પણ બતાવી તલવારબાજી
સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે. ત્યારે સમગ્ર સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાંથી આવેલા રાજપૂત સમાજના નાના ભૂલકાંઓ અને યુવાનોએ દિલધડક તલવારબાજીના કરતબ કર્યા હતા.
હાલ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનો પર્વ નવરાત્રીનો (Navratri ) તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી (Bardoli) ખાતે રાજપૂત સમાજ દ્વારા અનોખું આયોજન જોવા મળ્યું હતુ. બારડોલી લોટસ ગરબા મેદાન પર બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તલવાર બાજીનું આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ્ય કક્ષાએ 501 જેટલા દીકરી દીકરાઓએ તલવારબાજી કરી સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મા આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે, ત્યારે માતાજીના પાંચમા નોરતે સુરત જિલ્લાના બારડોલી ખાતે શક્તિના ઉપાસક એવા રાજપૂત સમાજ દ્વારા એક અનોખું આયોજન કરાયું હતું. બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા બારડોલીમાં ચાલી રહેલ લોટસ ગરબા મેદાન ખાતે ભવ્ય તલવાર બાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિની ઉપાસના કરતા આવેલ રાજપૂત સમાજના દીકરા દીકરીઓ દ્વારા વીરતા ભર્યું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
દીકરીઓએ પણ કરી તલવારબાજી
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ગરબા મહોત્સવ દરમિયાન ગ્રામ્ય કક્ષા એ પ્રથમ વાર આવું ભવ્ય આયોજન બારડોલી વિભાગ રાજપૂત સમાજ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેમાં 501 જેટલા દીકરા દીકરીઓએ એક સાથે તલવારબાજી કરતબો કર્યા હતા. યુવક-યુવતીઓએ માતાજીના સ્થાનક પાસે તલવાર બાજી કરેલા કરતબથી સૌને મંત્ર મુગ્ધ પણ કરી દીધા હતા.
શ્રેષ્ઠ સંગઠનનું ઉદાહરણ
તલવારબાજીમાં યુવકો સાથે યુવતીઓમાં પણ એજ ઉત્સાહ અને શૂરવીરતા તલવાર બાજીના કરતબોમાં જોવા મળી હતી. સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે . ત્યારે સમગ્ર સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાંથી આવેલા રાજપૂત સમાજના નાના ભૂલકાંઓ અને યુવાનોએ દિલધડક તલવારબાજી કરતબ કર્યા હતા. સુરત જિલ્લાના વિવિધ ગામોમાંથી રાજપૂત સમાજની યુવતીઓ, નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. દિવસોથી મહેનત કરીને તલવારબાજીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રીમાં આ પ્રકારનું ભવ્ય તલવારબાજીનું આયોજન કરી રાજપૂત સમાજ ના શ્રેષ્ઠ સંગઠન નું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જુઓ વિડીયો :
Input Credit Jignesh Mehta (Bardoli )