રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્યને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ ખાતે બનાવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ આગામી અઠવાડિયામાં થાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.
રાજકોટમાં આવેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ. આગામી સમયમાં હોસ્પિટલ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શરુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જે ફેબ્રુઆરીની 15 થી 20 તારીખ સુધીમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને આ સારવાર મળશે.
ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ સપ્ટેમ્બર માસમાં શરૂ થશે.
આશરે 1,58,879 ચો.મી.ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો.મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો.મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો.મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:11 am, Wed, 7 February 24