Rajkot : મોંઘવારીનો વધુ એક માર, કપાસિયા તેલ ઓલટાઇમ હાઇ, સિંગતેલમાં પણ તેજી

એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 25 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ ઓલટાઇમ હાઇ થયો છે.

Rajkot : મોંઘવારીનો વધુ એક માર, કપાસિયા તેલ ઓલટાઇમ હાઇ, સિંગતેલમાં પણ તેજી
file-photo
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 13, 2021 | 4:22 PM

Rajkot : એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ ખાઘ તેલોમાં થતા ભાવવધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 25 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ ઓલટાઇમ હાઇ થયો છે.રાજકોટની બજારમાં છેલ્લા 24 કલાકમાં સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. અને સિંગતેલના ડબ્બાનો ભાવ 2400 થી 2450 રૂપિયા પહોંચી ગયો છે.

જ્યારે કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ પહોંચી ગયા છે.કપાસિયા તેલમાં પણ 25 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2300 રૂપિયા પહોંચી ગયા છે.મોટાભાગે મધ્યમ પરિવાર કપાસિયા તેલનો ઘર વપરાશમાં ઉપયોગ કરતા હોય છે. અને તેના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.ગૃહિણીઓનું માનવું છે કે મોંઘવારીને કારણે બજેટ પર અસર પડી રહી છે. ખાસ કરીને છુટક તેલની ખરીદી કરતા પરિવારોને આ ભાવવધારો અસહ્ય લાગી રહ્યો છે.

કાચા માલની અછત ભાવવધારાનું મુખ્ય કારણ-વેપારી આ તરફ વેપારીઓ ભાવવધારા પાછળ કાચા માલની અછત ગણી રહ્યા છે.રાજકોટના પરાબજાર વિસ્તારમાં વેપારી પેઢી ઘરાવતા વેપારી કિરીટ શાહે જણાવ્યું હતુ કે આ વખતે ઉનાળું મગફળી માર્કેટમાંથી પુરી થઇ છે અને હવે ચોમાસું મગફળી આવવાને સમય છે. ત્યારે કાચા માલની અછતના કારણે આ ભાવવધારો થઇ રહ્યો છે.સાથે સાથે આ વખતે ગુલાબી ઇયળના કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે આ ભાવ વધારો થયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આંતરરાષ્ટ્રીય સટ્ટાખોરી ભાવવધારા માટે જવાબદાર

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલિયારાજાઓ દ્વારા સટ્ટાખોરી થતી હોવાથી લોકલ બજારમાં ભાવમાં ક્યારેક ઉછાળો તો ક્યારેક નરમાશ આવી રહી છે. ચીનમાં સિંગદાણાની માંગ અને સપ્લાય પર મગફળીના સોદ્દા પડી રહ્યા છે. આ ઉપરાંત પામોલીન તેલ અને સનફ્લાવર તેલના આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીથી અન્ય લોકલ બજારોમાં પણ ભાવની વધધટ થઇ રહી છે.સરકાર જો આ અંગે નિયંત્રણ મૂકે તો ભાવ વધારો નિયંત્રણ આવી શકે છે.

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">